અમેરિકાના આ શહેરમાં ચલણમાં લેવાતા એક રામ વાળી નોટની કીમત દસ અમેરિકન ડોલર, રામ નામના આ ચલણ વિશે જાણો સંપૂર્ણ માહિતી

અમેરિકા અને નેધરલેન્ડના આ શહેરોમાં ચાલે છે રામ નામનું ચલણ, નામ અને ફોટા પણ જોવા મળે છે નોટ પર
ભારત સહીત અન્ય દેશોમાં પણ રામ નામની ગુંજ, અમેરિકાના એક શહેર ઉપરાંત નેધરલેન્ડમાં પણ રામની છબી વાળી નોટ ચલણમાં

આજે જ્યારે વર્ષોની પ્રતીક્ષા પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ શરુ થવા જઈ રહ્યું છે, ત્યારે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન રામ સાથે જોડાયેલી ઘણી અન્ય વાતો. ભારત એક જ એવો દેશ નથી કે જ્યાં રામનું નામ લેવાતું હોય, પણ આવા અનેક દેશો છે, જ્યાં રામ નામનું અસ્તિત્વ છે. સદીઓ સુધી રાહ જોયા પછી હવે રામ મંદિર નિર્માણ માટે તૈયાર છે. આજે ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે, ત્યારે અનેક દેશોમાં રામનામની કરન્સી ચાલે છે એ વિશે અમે અપને જણાવવા જઈ રહ્યા છીએ. અમેરિકા અને નેધરલેન્ડમાં ભગવાન રામ નામ અને તસ્વીર વાળી કરન્સી ચાલે છે. આ નોટો પર રામનો ફોટો પણ જોવા મળે છે. આ રહી વિવિધ દેશમાં જોવા મળતી રામ નામ વાળી ચલણની સંપૂર્ણ માહિતી…
સત્તાવાર નહિ પણ સર્કલમાં ચાલે છે આ ચલણ

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને એના સિવાય નેધરલેન્ડમાં પણ આ કરન્સી ચાલે છે. જેમાં રામનું નામ પણ છે અને રામ નામનો ફોટો પણ છે. ભગવાન રામની પ્રતિમા ધરાવતી ચલણી નોટ અમેરિકાના આયોવા શહેરની એક સોસાયટીની અંદર મુદ્રા તરીકે જોવા મળે છે. આ સિવાય નેધરલેન્ડમાં પણ એક લાખ જેટલી મુદ્રાઓ ચલણમાં છે. આ ચલણી નોટો ભલે સત્તાવાર રીતે ચલણ નથી માનવામાં આવતી, પણ લોકો બેંકમાં જઈને એને યુરો અથવા ડોલરમાં કન્વર્ટ કરી શકે છે.
આયોવા સ્ટેટની સોસાયટીમાં આ મુદ્રા ચલણમાં

આપને જણાવી દઈએ કે રામ નામની આ મુદ્રાઓ સત્તાવાર કરન્સી રૂપે અહી ઉપયોગમાં નથી લેવાતી પણ અમુક સર્કલમાં આ કાયદાકીય રીતે ઉપયોગમાં લેવાય છે. અમેરિકાના આયોવા સ્ટેટની એક સોસાયટીની અંદર આ મુદ્રા આજે પણ ચાલે છે. અહીં અમેરિકન ઈન્ડિયન જનજાતિ પ્રમાણે આયવેના લોકો વસે છે. અમેરિકાની આ સોસાયટીના લોકો પૌરાણિક સમયના મહર્ષિ મહેશ યોગીને માને છે. પરિણામે મહર્ષિ વૈદિક સિટીમાં વસેલા તેમના અનુયાયી કામોના બદલે આ જ પ્રકારની મુદ્રામાં લેવડ દેવડ કરે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૨મા ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ નામની એક સંસ્થાએ આ મુદ્વાને ચલણમાં લાવી એને સમર્થકોને આપી હતી.
એક રામ મુદ્રાની કિંમત ૧૦ અમેરિકન ડોલર
અમેરિકાની એક સોસાયટીમાં ચાલતી રામ મુદ્રાની કિંમત અમેરિકાના દસ ડોલર બરાબર છે. જો કે એમણે આ રીતે ત્રણ પ્રકારની મુદ્રાનું સર્જન કર્યું છે. જે નોટ પર રામની એક છબી હોય એનું મુલ્ય દસ ડોલર છે, જેના પર રામની બે છબી છે એની કિંમત ૨૦ ડોલર અને ત્રણ રામની છબી હોય એની કિંમત ૩૦ અમેરિકન ડોલર થાય છે. આ આશ્રમમાં એનો ઉપયોગ અંદરો અંદર થાય છે. આશ્રમની બહાર જાઓ ત્યારે આ મુદ્રાને સરળતાથી બેંકમાં જઈને ડોલરમાં કન્વર્ટ કરાવી શકાય છે.
નેધરલેન્ડમાં રામ મુદ્રાને ક્યાદેસર માન્યતા

નેધરલેન્ડમાં રામ નામની મુદ્રાને કાયદેસર માન્યતા પ્રાપ્ત છે. આહી રામની છબી ધરાવતી મુદ્રાને બદલે દસ યુરો મળે છે. મીડિયાના એક અહેવાલ પ્રમાણે સેન્ટ્રલ બેન્કના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયે નેધરલેન્ડમાં ૧ લાખ જેટલી મુદ્રાઓ ચલણમાં છે. જેને લોકો ગમે ત્યારે બેંકમાં જઈને યુરોમાં પણ કન્વર્ટ કરાવી શકે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.