જૂનમાં જ ચેપ લાગવાનું શરૂ થયેલું, રેસ્ટોરન્ટ અને હોટેલમાંથી કંપનીની ડૂંગળીઓને ફેંકી દેવા આદેશ

વોશિંગ્ટન, તા. 2 ઓગસ્ટ, 2020, રવિવાર

અમેરિકાના અનેક રાજ્યોમાં ઓછામાં ઓછા 500 લોકો સેલમોનેલા (બેક્ટેરિયા)નો શિકાર બની ગયા છે. કેનેડામાં પણ આ જ પ્રકારના મામલા સામે આવ્યા છે. સીએનએનની રિપોર્ટ અનુસાર આશરે 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક કંપની દ્વારા સપ્યાલ કરવામાં આવેલી ડુંગળીને કારણે આ લોકો બિમાર પડયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જ્યારે કેનેડામાં 114 લોકો આ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના 31 રાજ્યોમાં સેલમોનેલા પોઇઝનિંગનો શિકાર બન્યા છે. જેની પાછળનું કારણ થોમસન ઇન્ટરનેશનલ નામની કંપની દ્વારા પુરી પાડવામાં આવેલી ખરાબ ડુંગણી જવાબદાર હોવાના દાવા થઇ રહ્યા છે.

જ્યારે બીજી તરફ કંપનીએ પોતાની તપાસમાં દાવો કર્યો છે કે તપાસમાં સામે આવ્યું છ ેકે લાલ ડુંગળીને કારણે લોકો બિમાર પડી ગયા હતા.  જોકે કંપનીએ જે પણ ડુંગળી વેચી હતી તે બધી જ પરત મગાવી રહી છે.

સેલમોનેલાનો શિકાર થનારા લોકોને સામાન્ય રીતે ડાયરિયા, ફીવર, પેટમાં દુખાવો જેની બિમારીઓ થવા લાગી છે. જે લોકો આ બિમારીના પ્રભાવમાં આવ્યા હોય તેઓની તબિયાતમાં એક અઠવાડીયા સુધી સુધાનો ન આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પાંચ વર્ષથી ઓછી વયના બાળકો અને વૃદ્ધો વધુ બિમાર પડી રહ્યા છે. કેટલાક મામલામાં સેલમોનેલા સંક્રમણ આંતરડા ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઇ શકે છે જેને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.

અમેરિકામાં આ બિમારીના લક્ષણો 19મી જુને જ સામે આવવા લાગ્યા હતા. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે એજન્સીઓ પાસેથી જાણકારી મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે ડુંગળી ઉપરાંત અન્ય કઇ વસ્તુથી આ સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ વધુ રહેલી છે?

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube