યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાનની રકમમાં મોટી ખોટ પડી છે. દર વર્ષે ૭ દિવસના મેળા દરમિયાન ૨૫ થી ૩૦ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે.

ચાલુ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ મેળો બંધ રખાયો હતો પણ બાધા આખડી પુરી કરનારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતુ. ૧૫ સપ્ટેમ્બરથી ભાદરવીપૂનમ ૨૦ સપ્ટેમ્બર સુધી ૫ થી ૬ લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા.

યાત્રિકો દ્વારા માતાજીના ભંડારમાં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે તેની ગણતરી હાથ ધરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને સુરક્ષાકર્મીની ઉપસ્થતિમાં ૮૦ જેટલા કાર્મીચારીઓ દ્વારા આ ભંડારાની ગણતરી હાથ ધરવામાં આવી હતી.

જાેકે ગત મેળાની આવક કરતા ચાલુ વર્ષે આવકમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગત ભાદરવી પૂનમના મેળામાં દાનભેટની આવક ૧.૫૬ કરોડ થઈ હતી. તેની સામે આજે સંપૂર્ણ ભાદરવી પૂનમની છ દિવસના ભંડારાની ગણતરીના અંતે ૭૨.૫૪ લાખ રૂપિયાની આવક થઈ છે. જે જાેતા મંદિર ટ્રસ્ટને દાનભેટની આવાક માં ૫૦ ટકા નો ઘટાડો નોધાયો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube