ડોકટરોના સંગઠને બાબા રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
એલોપેથી ( allopathy)અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ દિલ્હી હાઈકોર્ટ )Delhi high court) બુધવારે યોગ ગુરુ રામદેવ (Baba Ramdev) વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. કોર્ટે બાબા રામદેવને 4 અઠવાડિયાની અંદર સોગંધનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે રામદેવે નિવેદનો વિરુદ્ધ નોંધાયેલા કેસનો સામનો કરવો પડશે.
ડોકટરોના સંગઠને બાબા રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના વિવાદાસ્પદ નિવેદન સામે એસોસિએશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપ છે કે તેમણે એલોપેથીને ખોટી રીતે લોકોની સામે રજૂ કરી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.