- સામાન્ય દિવસોમાં થતા 2થી 4 કરોડના વેચાણ સામે એક જ દિવસમાં 40 ગણો વધારો નોંધાશે
- ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પુષ્ય નક્ષત્રમાં શહેરમાં 6થી 7 કરોડના જ દાગીના વેચાયા હતા, આ વર્ષે જ્વેલર્સને ચાંદી
- શહેરના ઝવેરી બજાર પર ડાયમંડ, ટેક્સટાઇલ સહિતના તમામ સેક્ટરોની તેજીની અસર
આ વર્ષે 28મીને ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી શહેરમાં 80 કરોડના સોના-ચાંદીના દાગીના વેચાવાનો જ્વેલર્સને અંદાજ છે, જેમાંથી 60 કરોડના સોનાના અને 20 કરોડના ચાંદીના દાગીના વેચાશે. આ દિવસે તમામ નાની, મોટી જ્વેલરી શોપમાં ગ્રાહકોનો ધસારો જોવા મળે છે, ત્યારે કોરોના અને ટ્રાફિકનો ભાગ ન બનવું પડે તે માટે ઘણાએ 30 કરોડના દાગીના એડવાન્સમાં બુક કરાવી દીધા છે.
આ લોકો માત્ર મુહૂર્ત સાચવવા પુષ્ય નક્ષત્રના દિવસે ઝવેરીઓને ત્યાં ખરીદી કરવા જશે. ગત વર્ષે કોરોના કાળ વચ્ચે શહેરમાં માંડ 6થી 7 કરોડ રૂપિયાના દાગીના વેચાયા હતા, જેની સરખામણીમાં આ વર્ષે એક જ દિવસમાં 75 ટકાનો ગ્રોથ દેખાઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં રોજના માંડ 2થી 4 કરોડના દાગીના વેચાતા હોય છે.
ગત આખું વર્ષ જ્વેલરીના ધંધામાં વેપારીઓએ નુકસાન વેઠ્યું હતું
કોરોનાકાળમાં લોકોના રોજગાર પર અસર પડી હતી. ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગને માર પડ્યો હતો. આ ઉપરાંત મિનિ લોકડાઉન પણ લાગતાં આખું વર્ષ જ્વલેરી સેક્ટરને નુકસાની થઈ હતી. પુષ્ય નક્ષત્રના વેચાણ પર પણ માર પડ્યો હતો. ગત વર્ષે પુષ્ય નક્ષત્રમાં માંડ 6થી 7 કરોડ રૂપિયાના જ દાગીના વેચાયા હતા.20 કરોડના સોના-ચાંદીના સિક્કા અને લગડીનું વેચાણ થવાની વકી
પુષ્ય નક્ષત્રને સોના-ચાંદીના ખરીદી માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે દાગીના સાથે સોના-ચાંદીના સિક્કા અને લગડી પણ વેચાતી હોય છે. સોનાના 5 અને 10 ગ્રામના સિક્કા જ્યારે ચાંદીમાં 10, 15, 20, 50 અને 100 ગ્રામના સિક્કાની માંગ રહે છે. આ વર્ષે 20 કરોડના સોના, ચાંદીના સિક્કા અને લગડી વેચાવાની ધારણા છે.જ્વેલરીમાં 70 ટકા જેટલી ખરીદી માત્ર લગ્નસરા સિઝનની હશે
કોરોના કાળમાં બે વર્ષથી લગ્ન સમારંભો ખોરવાઈ રહ્યા છે. જેમાં મૌકૂફ રખાયેલા અસંખ્ય લગ્નો દિવાળી પછી કરાશે. લગ્નસરામાં દાગીનાનું મોટા પાયે વેચાણ થતું હોય છે, જેમાં શુભ મુહૂર્તમાં ખરીદી કરાતી હોય છે. આ વર્ષે પુષ્ય નક્ષત્રના દિવસે 80 કરોડના દાગીના વેચાશે, જેમાંથી 70 ટકા દાગીના લગ્નો માટે ખરીદાશે.શહેરમાં હીરા, કાપડ સહિતના સેક્ટરોમાં તેજી હોવાથી લાભ મળશે
આ વર્ષે પુષ્ય નક્ષત્રનું માર્કેટ સારું છે. ડાયમંડ, ટેક્સટાઈલ સહિતના તમામ સેક્ટરોમાં તેજી છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરાનો એટલો ડર પણ નથી, જેથી આ વર્ષે જ્વલેરી સેક્ટરમાં ગ્રોથ થવાની શક્યતા છે. > સલીમ દાગીનાવાલા, પ્રમુખ, સુરત જ્વેલર્સ એસોસિએશનજ્વેલરી બિઝનેસમાં પુષ્ય નક્ષત્ર, ધનતેરસ પર મુખ્ય મદાર હોય છે
આ વર્ષે જ્વેલરી સેક્ટરમાં ખુબ જ મોટો ઉછાળો છે. ઉદ્યોગોની તેજીને કારણે તેની પોઝિટિવ અસર દેખાઈ રહી છે. જ્વેલર્સ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે જ સૌથી વધારે ધંધો કરતાં હોય છે. આ વર્ષે જ્વેલર્સને દિવાળી ફળશે એવી ધારણા છે. > નૈનેષ પચ્ચીગર, ચેરમેન, ઈબ્જાઆજે વિક્રમ સંવત 2077નું અંતિમ પુષ્ય નક્ષત્ર
આસો વદ 8ને ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તે ગુરુ પુષ્યનક્ષત્ર કહેવાય છે. જે વિ.સં.2077નું છેલ્લું પુષ્ય નક્ષત્ર હશે. જ્યોતીષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આકાશમાં કુલ 27 નક્ષત્ર હોય છે અને તેમાં પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ છે. કારણ કે પુષ્પ નક્ષત્ર 8મું રહેલ છે, જેનો સ્વામી શનિ છે. અંકશાસ્ત્ર મુજબ અંક 8 શનિ માટેનો ગણાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.