આ બનાવ સામે આવ્યો છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં જ્યા નળ ફિટ કરવા આવેલા પ્લમ્બરે મહિલાના આખમાં સ્પ્રે નાખી તેને લૂંટવાની કોશિશ કરી હતી. જેમા પહેલા તેમણે મહિલાના મોઢા પર સ્પે નાખીને તેને માર માર્યો હતો.માર મારીને તેના વાળ પકડીને તેને ખેંચી હતી.
જેથી મહિલા ગભરાઈ ગઈ અને તેણે બૂમાબૂમ કરી મુકી જેના કારણે આસપાસમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા. લોકો ભેગા થઊ જતા લુંટરુઓ ઉભી દોટ મુકીને ભાગ્યા હતા.મહિલાએ પ્લમ્બર અને તેના સાથી સામે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જે સમયે આ બાવ બન્યો ત્યારે મહિલા ઘર પર એકલી હતી જે વાતનો આ પ્લમ્બરે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. જેમા તેણે મહિલાને લૂંટવાનો પ્રયાસ કર્યો.પ્લમ્બરે એવું કહ્યું કે તમારા પતિએ કામથી મોકલ્યો છે. બાદમાં મહિલા સાથે આરોપીઓ રસોડામાં ગયા હતા.
તેજ સમયે પ્લમ્બરે મહિલાના વાળ પકડી તેને ઢસડી અને બાદમાં તેના મોઢા પર સ્પ્રે છાંટ્યું હતું. સાથેજ તેને જમીન પર પટકી હતી.જોકે આ બનાવને લઈને મહિલાએ બૂમાબૂમ કરી મૂકી જેના કારણે બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા. મહિલાના આખમાં બળતરા થતા હતા.
જેથી લોકોએ તેમને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.સમગ્ર મામલે દંપત્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં ફરિયાદ નોંધવતા તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ પહેલાથી પ્લમ્બરને ઓળખતા હતા જ્યારે તેમના ઘરમાં ઈલેકટ્રીકનું કામ ચાલ્યું હતું ત્યારે પણ તે પ્લમ્બર તેમના ઘરે આવ્યો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.