અમદાવાદમાં એક 19 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પતિ બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે, અને જો તેની સાથે બાથરૂમમાં શારીરિક સંબંધ ન બનાવું તો તે મારી સાથે મારપીટ કરે છે. તેના સિવાય મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાઓ મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે.

દહેજ માટે કરે છે હેરાન
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ગોમતીપુરમાં રહેનાર મહિલાએ 4 વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાવાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાએ જણાવ્યું કે, સાસરિયાવાળા હંમેશાં મને અડધી રાત્રે જગાવી દેતા હતા અને મારા પિતા પાસેથી દહેજ લઇ આવવા માટે દબાણ કરતા હતા. તેના સિવાય મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો.

પતિના ભાઇ ઉપર પણ યુવતીનો આરોપ
મહિલએ જણાવ્યું કે, જ્યારે હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા માટે ના પાડતી હતી, ત્યારે તે મને ઢોર માર મારતો હતો અને જબરદસ્તીથી સંબંધ બનાવતો હતો. મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ કહ્યું કે, જ્યારે હું ઘરમાં એકલી હોવ ત્યારે પતિનો મોટો ભાઇ મારી સાથે જબરદસ્તી કરતો હતો. તેમણે જણાવ્યું કે, માત્ર સાસરિયાના લોકો જ નહીં પરંતુ પાડોશમાં રહેનાર એક મહિલા પણ મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવી મને મારવા માટે કહેતી હતી.

સાસરિયા પક્ષના 5 લોકો વિરુદ્ધ કેસ
પતિ અને સાસરિયા પક્ષથી કંટાળી પીડિતા યુવતી પોતાના પિતાની પાસે ગોમતીપુર પાછી ફરી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી. ગોમતીપુર પોલીસે મહિલાના પતિ અને સાસરિયા પક્ષના 4 લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 498(એ), 354 (શોષણ), 323,114 અને 294બી હેઠળ ફરિયાદ નોંધી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube