• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

અમદાવાદની નજીક આ શહેરમાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ, જે મોકલતો હતો ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં

in Gujarat
અમદાવાદની નજીક આ શહેરમાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ, જે મોકલતો હતો ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં

સોમવારે મોડી રાત્રે એક પાકિસ્તાની જાસૂસને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમે ગોધરામાંથી પકડી પાડ્યો છે. આ જાસૂસને પકડ્યા પછી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAની ટીમે પકડાયેલા પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી દીધી છે.

એવું પણ જાણવા મળ્યું છે કે ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી રહ્યો છે.

NIAની ટીમે સ્થાનિક પોલીસની મદદથી આ પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીને પકડ્યો.

NIA દ્વારા પકડાયેલો પાકિસ્તાન માટે જાસૂસી કરતો 37 વર્ષની ઉંમર ધરાવતો ઇમરાન ગિતેલી મૂળ ગોધરાનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગોધરામાં રહીને આ જાસૂસ યુવક ઇમરાન ગીતલી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો.

જ્યારે આ અંગેની માહિતી NIAની ટીમને મળી તો તે તરત ગોધરા પહોંચી ગઈ હતી અને ગોધરાની સ્થાનિક પોલીસની મદદ લઈને આ પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે ઇમરાન યાકુબ ગિતેલી ગોધરામાં રીક્ષા ચલાવે છે અને તેનાં સગાં સંબંધી પાકિસ્તાનમાં જ રહેતાં હોવાનું પણ સામે આવ્યું છે.

પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોને મોકલવામાં આવે છે.

NIAના જણાવ્યા અનુસાર, આ સમગ્ર બાબત એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટની છે, જેના દ્વારા પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી કરવામાં આવે છે, જેનું કામ ભારતીય નૌસેનાનાં જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોનાં લોકેશન સંદર્ભે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું હોય છે અને આ તમામ એકઠી કરેલી માહિતીને પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. NIAએ આગળ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

આપણા દેશની સુરક્ષાને લગતી ખૂબ જ મહત્વની હોય તેવી માહિતી પાકિસ્તાનના ISIને આપવામાં આવી હતી. અને આ કામના બદલામાં એસોસિયેટ બેંક એકાઉન્ટ થકી તેને રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. આ અંગે 15 જૂને NIAએ 14 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરી હતી.

શોધખોળ દરમિયાન આ સમગ્ર જાસૂસી ષડયંત્રમાં ગોધરાના ઇમરાન ગિતેલીની મહત્વની ભૂમિકા સામે આવી હતી. ઇમરાન ગિતેલી ગોધરામાં રીક્ષા ચલાવવાની સાથે સાથે પાકિસ્તાન સાથે કાપડનો પણ વેપાર કરતો હતો. તેણે પોતાના બયાનમાં કબુલ્યું છે કે સંવેદનશિલ અને વર્ગીકૃત માહિતીના બદલામાં તેને ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્ફસર કર્યાં હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મહત્વના દસ્તાવેજો પોતાના કબજે કર્યા.

NIAની ટીમે ઇમરાન ગિલેતીના ઘરે શોધખોળ કરીને ડિજીટલ ડિવાઇઝ અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યાં છે અને વધુ તપાસ માટે તેને હેદરાબાદ લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.
Gujarat

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: