વાસણામાં એક યુવક તેની પત્ની અને બાળકોની સારસંભાળ રાખવાના બદલે પ્રેમિકા અને તેના બાળકોની સંભાળ રાખતો હતો. પતિ રાતના સમયે અવાર નવાર કામથી બહાર જાવ છું તેમ કહીને પ્રેમિકાના ઘરે જતો હતો. પત્નીને શંકા જતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ લઈ પતિની પ્રેમિકાના ઘરે અડધી રાત્રે પહોંચી પતિને રંગરેલિયા મનાવતા ઝડપી લીધોે હતો.

વાસણામાં નિકિતા (તમામ નામ બદલ્યું છે) બે બાળકો અને પતિ સાથે રહે છે. તેના પતિ શુભમે બે વર્ષ પહેલાં શિલ્પા સાથે સ્પા પાર્લર શરૂ કર્યું હતું. શિલ્પાને પણ ત્રણ બાળક છે. ભાગીદારીમાં પાર્લર શરૂ કર્યા બાદ શુભમને શિલ્પા સાથે પ્રેમ થઈ ગયો હતો.

આથી શુભમ પત્ની અને બાળકોની જવાબદારી ઉઠાવતો ન હતો. તેના બદલે પ્રેમિકા શિલ્પા અને તેના બાળકોની જવાબદારી ઉપાડવા લાગ્યો હતો. શુભમ દરરોજ રાત્રે પોતાને કામ છે કહી ઘરની બહાર રહેતો હતો અને બાદમાં શિલ્પાના ઘરે જઈ રહેવા લાગ્યો હતો.

છેલ્લા એક વર્ષથી શુભમ અને નિકિતા વચ્ચે પતિ પત્ની જેવો સંબંધ રહ્યો ન હતો. આથી નિકિતાએ શુભમની તપાસ કરતા તેને જાણવા મળ્યું કે પતિ કામના બહાને પ્રેમિકાના ઘરે જઇને રંગરેલિયા મનાવે છે. જેથી નિકીતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. બાદમાં વટવા ખાતે મહિલા ટીમને લઇને નિકિતા પતિની પ્રેમિકા શિલ્પાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં શુભમ ઘરમાં મળ્યો ન હતો.

પરંતુ પોલીસની જેમ મહિલા ટીમે તપાસ કરતા બાથરૂમમાં છૂપાયેલો શુભમ મળ્યો હતો. પતિ સાથે રંગરેલિયા મનાવતી પ્રેમિકા સાથે પત્નીએ બોલાચાલી કરી હતી. જેથી હેલ્પલાઈનની ટીમે બંનેને સમજાવ્યા હતા. જોકે તેઓ સમજતા ન હોવાથી નિકિતાને વટવા પોલીસ કેસ કરવો હોવાથી ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube