અમદાવાદ શહેરમાં નવા 18 વિસ્તારો કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા અમદાવાદના 229 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે. શનિવારે જાહેર કરવામાં આવેલા નવા વિસ્તારોમાં મણીનગરની એક સોસાયટીમાં રહેતા પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ થયા છે. શનિવારે દક્ષિણ ઝોનના સાત વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.

અમદાવાદના 229 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા

શનિવારે દક્ષિણ ઝોનના સાત વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા

અમિતપાર્ક સોસાયટીમાં 13 પોઝિટિવ કેસ મળતા 80 મકાનમાં રહેતા 329 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ

પશ્ચિમ અમદાવાદમાં વલ્લભપાર્કમાં પોઝિટિવ કેસ વધતા 55 મકાનોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે. વેજલપુરની કૌમુદી સોસાયટી, ઈન્દ્રપ્રસ્થ-સાત તેમજ ગોતામાં આવેલ વંદેમાતરમ ટાઉનશીપમાં પણ નોંધપાત્ર કેસ વધતા માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.

એક તરફ મ્યુનિ. દ્વારા જાહેર થતા દર્દી અને મૃત્યુના આંકડા જોતા સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સારૂં ચિત્ર ઉભું થાય છે. બીજી તરફ આંકડાની ગેમ કેટલી સાચી હશે તે અંગે સૌ કોઈ શંકા વ્યક્ત કરી રહ્યું છે. આજે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્યએ સરકાર આંકડા છૂપાવતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું છે કે, વચ્ચેના ગાળામાં ટેસ્ટીંગ ઘટાડી દઈને શહેરને બીજુ વુહાન બનવા તરફ ધકેલી દેવાયું છે. ન્યુ ક્લોથ માર્કેટના 60 વેપારીઓના રિપોર્ટ છેલ્લા દિવસોમાં પોઝિટિવ આવ્યા છે.

કોંગ્રેસે તેના નકારાત્મક રાજકારણમાંથી બહાર આવવાની જરૂર

આ વેપારીઓ મહદઅંશે પશ્ચિમના વૈભવી વિસ્તારમાં રહેતા હોવાથી તેના કુટુંબીજનો, કર્મચારીઓ, નોકરોમાં પણ સંક્રમણની દહેશત ઉભી થઈ છે. જેના જવાબમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના નકારાત્મક રાજકારણમાંથી બહાર આવવાની જરૂર છે. આ ખેંચતાણ આજે મધ્ય ઝોનમાં ચર્ચાનો વિષય બની હતી. બીજી તરફ જે રીતે રોજેરોજ માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે તે જોતાં સંક્રમણનો વ્યાપ અને ઝડપ વધ્યા છે, મ્યુનિ.એ ઓછામાં ઓછા ઝોનવાર દર્દીના અને મૃત્યુના આંકડા પારદર્શક રીતે જાહેર કરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube