ક્લિયરટ્રિપ અદાણી ગ્રુપના ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પાર્ટનર તરીકે પણ કામ કરશે
કાયદાકીય શરતોને આધિન આ સોદો આગામી નવેમ્બરમાં પરિપૂર્ણ થવાની શક્યતા
પાર્ટનરશિપ:અદાણી હવે એરપોર્ટ સંચાલન સાથે સાથે ફ્લાઇટનું બૂકિંગ પણ કરશે, ફ્લિપકાર્ટની ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર ક્લિયરટ્રિપમાં રોકાણ કર્યું
અમદાવાદએક કલાક પહેલા
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી અને ફ્લિપકાર્ટ
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી અને ફ્લિપકાર્ટ ગૃપના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ.
ક્લિયરટ્રિપ અદાણી ગ્રુપના ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પાર્ટનર તરીકે પણ કામ કરશે
કાયદાકીય શરતોને આધિન આ સોદો આગામી નવેમ્બરમાં પરિપૂર્ણ થવાની શક્યતા
અમદાવાદ સહિત દેશના પાંચ મહત્વના એરપોર્ટનું સંચાલન સાંભળતા અદાણી ગ્રુપે આજે ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર ક્લિયરટ્રિપમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણના ભાગરૂપે અદાણી ગ્રુપ ફ્લિપકાર્ટ હસ્તકની ક્લિયરટ્રિપમાં નોંધપાત્ર નજીવો હિસ્સો હસ્તગત કરશે. અદાણી એરપોર્ટ્સ દ્વારા થયેલા સ્ટડીમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે, આ વધારો કોવિડ મહામારી પૂર્વેની સ્થિતિની નજીક પહોંચી ગયો છે. આ ભાગીદારી ક્લિયરટ્રિપને ડિજિટલ સીમાઓ પાર કરવા અને એન્ડ-ટુ-એન્ડ મુસાફરી સેવાઓને ઑનલાઇન તરફ આકર્ષવામાં વધુ સક્ષમ બનાવશે.
ક્લિયરટ્રિપ અદાણી ગ્રૂપની સુપર એપનો ભાગ બનશે
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ફ્લીપકાર્ટ સાથે અમે એક મજબૂત સંબંધો વિકસાવી રહ્યા છીએ કે જેમાં ડેટા સેન્ટર્સ, આપૂર્તિ કેન્દ્રો અને હવે હવાઇ મુસાફરી સહિતના બહુ પરિમાણિય ક્ષેત્રો છે. ઘરઆંગણે વિકસેલી કંપનીઓ વચ્ચેની આ એવી વ્યૂહાત્મક ભાગીદારી છે જેનું આખરી લક્ષ્ય સ્થાનિક નોકરીઓ સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે. ક્લિયરટ્રિપનું પ્લેટફોર્મ અમે શરુ કરેલી એક વિશાળ સુપર એપની સફરનો એક આવશ્યક હિસ્સો બની રહેશે. ક્લિયરટ્રિપ અદાણી ગ્રુપના ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પાર્ટનર તરીકે પણ કામ કરશે.
અદાણી-ફ્લિપકાર્ટને પરસ્પર સહકારનો લાભ મળશે
ગૌતમ અદાણીએ જણાવ્યું કે, આ રોકાણ દ્વારા અદાણી ગ્રૂપ અને ફ્લિપકાર્ટ ગ્રૂપને પરસ્પર સહકારનો લાભ મળશે જે ગ્રાહકોને શ્રેષ્ઠ મુસાફરીની અનુભૂતિ કરાવશે. ફ્લિપકાર્ટ જૂથે ક્લિયરટ્રિપને હસ્તગત કર્યા બાદ ક્લિયરટ્રિપના ફ્લાઇટ બુકિંગમાં દશ ગણી વૃદ્ધિ જોવા મળી છે એ ભારતમાં ઝડપથી પુનરુત્થાન તરફ આગળ વધી રહેલા પ્રવાસન ઉદ્યોગનો પૂરાવો છે.
અદાણી ગૃપ સાથેના સંબંધો મજબૂત બનાવવા અમારો પ્રયાસ
ફ્લિપકાર્ટ ગૃપના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, અમે ગ્રાહકો માટેના અનુભવો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેઓની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં મદદરૂપ તકો પૂરી પાડી રહ્યા છીએ. આગામી મહિનાઓમાં મુસાફરીનો આંક ઉંચે જવાનો છે ત્યારે ક્લિયરટ્રિપ તેના ગ્રાહકોને સરળ અને અનુકૂળ સફરની અનુભૂતિ કરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. અદાણી ગૃપ સાથેના સંબંધો મજબૂત બનાવવા અમારો પ્રયાસ છે. દેશમાં લાભદાયી તેઓની અપેક્ષા મુજબના પ્રવાસન માળખા માટેના ઉપાયોની સંભાવનાઓ ચકાસશું કે જેથી ગ્રાહકોને ઓફરનો વ્યાપ વિસ્તારી શકાય.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.