દેશભરમાં લગ્નને નામે થતી દગાખોરી, બળાત્કાર જેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હવે આમાં લવ જેહાદના કિસ્સા પણ સામે આવતા રહ્યા છે. હમીપૂરાની એક ઘટના તેનું તાજું ઉદાહરણ છે. અહીંયા એક મહિલા ચાર વર્ષ પહેલા ઘરથી ગાયબ થયેલ હતી. પછી એક દિવસ તે પરત આવી ગઈ અને આવી તો તેના ખોળામાં એક બાળક હતું. આટલું જ નહિ મહિલાએ ધર્મપરિવર્તન પણ કર્યું હતું. તે લવ જેહાદનો શિકાર થઇ ગઈ હતી. જયારે તેણે પોતાની આપવીતી પરિવાર અને પોલીસને જાણવી તો બધા જ હેરાન થઇ ગયા હતા.
હકીકતમાં, જિલ્લાના મૌદહા કોતવાલીમાં ચાર વર્ષ પહેલા એક બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેના પરિવારજનોએ પણ પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ અને પરિવાર બંને આ ચાર વર્ષથી બાળકીને શોધી શક્યા ન હતા. હાલમાં જ યુવતી અચાનક પોતાના ઘરે પરત ફરી હતી. આ વખતે તેની સાથે એક પુત્ર પણ હતો.
યુવતી જણાવે છે કે રાજેશ યાદવ નામના એક યુવકે તેને પ્રેમમાં ફસાવી અને પછી લખનઉ લઈ ગયો હતો. જો કે યુવક સાથે ભાગ્યા પછી તેને ખબર પડે છે કે રાજેશ યાદવઉ સાચું નામ અબ્દુલ મુબીન છે. અબ્દુલએ તેને પોતાનું નામ ખોટું કહ્યું હતું. તે યુવતીને બલરામપુર લઇ ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા.
હદ તો ત્યારે થઈ જ્યારે તેણે બળજબરીથી યુવતીનો ધર્મ બદલી નાખ્યો. તેણે છોકરીનું નામ બદલીને આયેશા મુબીન રાખ્યું. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આરોપી તેમની પુત્રીને અન્ય કોઈ વ્યક્તિને વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, યુવતી કોઈક રીતે તેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી. યુવતીએ એ પણ ખુલાસો કર્યો કે આરોપી યુવકના ત્રણ વખત લગ્ન થઈ ચૂક્યા છે.
પીડિતાની આપવીતી સાંભળીને પછી ઘરના લોકો બજરંગ દળના કાર્યકર્તા તેને એસપી પાસે લઇ ગયા અને બધી વાત કરી. બજરંગદળના નેતા આશિષ સિંહ પીડિતા અને પરિજનોને એસપી ઓફિસ લઈને જાય છે. એસપી કમલેશ દીક્ષિતએ આ કિસ્સાની ગંભીરતા જોઈ તેમનેમૌહદ પોલીસ ને એફઆરઆઇ નોંધવા માટે આદેશ આપ્યો. અત્યારે પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. સાથે પીડિતાનું નિવેદન પણ લઇ લીધું છે અને આ અઢાર પર કેસ આગળ વધાર્યો છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.