દુનિયાના બધા જ દેશોને પાછળ છોડીને રશિયાએ કોરોના વાઈરસની રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાની દીકરીને કોરોના વાઈરસની રસી લગાવડાવીને જાહેરાત કરી કે, અમે કોરોનાની સુરક્ષિત વેક્સીન બનાવી લીધી છે અને દેશમાં રજીસ્ટર્ડ પણ કરાવી લીધી છે.

રશિયન અધિકારીઓએ જણાવ્યું છે કે, Gam-Covid-Vac Lyo નામની આ રસીને યોજના અનુસાર રશિયાના સ્વાસ્થ્ય ખાતા અને રેગ્યુલેટરી બોડીનું અપૃવ્લ મળી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સીનને સૌથી પહેલા ફ્રન્ટલાઈન મેડીકલ વર્કર્સ, ટીચર્સ અને જોખમ ધરાવતા લોકોને આપવામાં આવશે.

જો રશિયા તરફથી કરવામાં આવેલી જાહેરાત સાચી સાબિત થાય છે અને WHO ની તરફથી આ વેક્સીનને મંજુરી મળે છે, તો દુનિયાભર માટે આ એક મોટી રાહત સાબિત થઇ શકે છે.

રશિયાએ છેલ્લા એક મહિનાથી એ બાબતના સંકેત આપ્યા હતા કે તેની રસી ટ્રાયલમાં સૌથી આગળ છે અને તેને ૧૦ થી ૧૨ ઓગસ્ટની વચ્ચે જ રજીસ્ટર્ડ કરાવી લેશે.

જો કે હજુપણ દુનિયાના ઘણા દેશો આ રસીની વાત પર ભરોસો નથી કરી રહ્યા અને તેમાં પણ અમેરિકા અને બ્રિટન મુખ્ય દેશો છે. તો સાથે જ રશિયા પર વેક્સીનની ફોર્મ્યુલા ચોરવાના પણ આક્ષેપો લાગી રહ્યા છે.

ક્યારે થશે ઉત્પાદન? ક્યારથી આવશે બજારમાં?

દુનિયાની આ સૌપ્રથમ વેક્સીનને રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રીસર્ચ ઓન એપીડીમિયોલોજી એન્ડ માઈક્રો બાયલોજીએ મળીને તૈયાર કરી છે. સપ્ટેમ્બરથી તેનું ઉત્પાદન કરવાની અને ઓક્ટોબરથી લોકોને લગાવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે દુનિયામાં હાલમાં કોરોના વાયરસની વેક્સીન બનાવવાની અનેક જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે, WHO અનુસાર લગભગ ૧૦૦ થી વધારે વેક્સીન બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે.

જેમાં અમેરિકા, બ્રિટન, ઇઝરાયલ, ચીન, રશિયા, ભારત જેવા દેશો સામેલ છે. ભારતમાં કોરોના વાયરસ વેક્સીન હજુ હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં છે, આ વેક્સીન બનાવવાનું બીજું સ્ટેજ છે.

રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેક્સીન ટ્રાયલના પરિણામ સામે છે. તેમાં સારામાં સારી ઈમ્યુનીટી વિકસિત થવાના પ્રમાણ મળ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે કોઈ વોલ્યુન્ટરમાં નેગેટીવ સાઈડ- ઈફેક્ટ જોવા નથી મળી.

રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની જે રસી તૈયાર કરી છે તે ક્લિનિકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા સુધી સફળ રહી છે. ટ્રાયલના રીપોર્ટ અનુસાર, જે લોકોને વેક્સીન આપવામાં આવી તેમનામાં વાયરસ વિરુદ્ધ ઈમ્યુનીટી વિકસિત થઇ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube