• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Aavak no dakhlo : આવક નો દાખલો માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાંથી કઢાવવો તથા Free માં ફોર્મ મેળવવા વિશે જાણો માત્ર 5 મિનિટ માં….

in Sarkari Yojana
Aavak no dakhlo : આવક નો દાખલો માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાંથી કઢાવવો તથા Free માં ફોર્મ મેળવવા વિશે જાણો માત્ર 5 મિનિટ માં….

આવક ના દાખલા વિશે…

Aavak no dakhlo : આવક નો દાખલો સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા સૌથી ઉપયોગી થતો હોય છે. તેથી જે સરકારી યોજનાનો લાભ લેવા આવક નો દાખલો જરૂરી હોય તેમાં પહેલાથી જ આવકનો દાખલો કઢાવીને રાખો જેથી લાગુ પડતી યોજનાઓ ના ફોર્મ તુરંત જ ભરી શકાય.

એક વાર નીકળેલો આવક નો દાખલો ( Aavak no dakhlo ) ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે. જેથી તમે ત્રણ વર્ષ સુધી કોઈપણ સરકારી યોજનાઓ ના ફોર્મ ભરી લાભ લઇ શકો છો. પરંતુ જો તમારી આવક માં વધારો – ઘટાડો થયો હોય અને તમારે કોઈ યોજનાનો લાભ લેવો હોય તો નવી આવક મુજબ નો આવક નો દાખલો આપવાનો રહે છે.

આવકના દાખલા( Aavak no dakhlo ) માટેના જરૂરી પુરાવા

• ફોર્મ
• અરજદાર ની આધારકાર્ડની ઝેરોક્ષ
• અરજદાર ના રેશનકાર્ડની ઝેરોક્ષ ( રેશનકાર્ડ ના હોય તો સોગંદનામુ )
• અરજદાર ના લાઈટબીલ / વેરાબીલની ઝેરોક્ષ (જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર)
• અરજદાર નું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ / જન્મનો દાખલો
• 50/- રૂ. નો સ્ટેમ્પ પેપર
• 3/- રૂ. ની કોર્ટ ફી ની ટીકીટ
• અરજદાર ની આજુબાજુ રહેતા બે પાડોશી – સાક્ષી ના આધારની ઝેરોક્ષ
• મેયર / ધારાસભ્ય / કોર્પોરેટનો (કોઈ પણ એક નો) આવકનો દાખલો

દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઉપરોક્ત તમામ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી સિક્કા કરાવવા( ટ્રુ કોપી – એટેસ્ટેડ કોપી ) તથા ઓરીજનલ પુરાવા સાથે લઈને જવા.

Aavak no dakhlo documents
આવક ના દાખલા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ

આવક નો દાખલો કઢાવવા ની પ્રક્રિયા

ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ ને ટ્રુ કોપી કરાવી તમારા વિસ્તાર ને લગતી મામલતદારની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ મેળવો અથવા અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો.

ફોર્મ ભરી ને 3 રૂપિયા ની કોર્ટ ફી ની ટિકિટ ફોર્મ ના આગળના પાને ખાલી જગ્યા હોય ત્યાં લગાવવી અને ઉપર દર્શાવ્યા મુજબના લાગુ પડતા બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ તથા 50 રૂપિયાનો સ્ટેમ્પ ફોર્મ ની સાથે મૂકો.

ત્યારબાદ તમારા વિસ્તારના તલાટી સાહેબ પાસે બધા ડોક્યુમેન્ટ ની ચકાસણી કરાવવી અને સહી સિક્કા કરાવવા.
નોંધઃ તલાટી સાહેબ તમારી આવક તથા અન્ય સવાલો પૂછી શકે છે એટલે એમને વગર તકરારે જવાબ આપો અને જો તલાટી શ્રી ને જરૂર જણાય તો પંચનામુ કરવા સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે.

તલાટી સાહેબ ના સહી સિક્કા કરાવ્યા બાદ આવક ના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જઈ આવક ના દાખલા માટે ફોટો પડાવી નજીવી ફી (20-40 rs. ) ચૂકવી ને રસીદ અચૂક મેળવી લેવી.

રસીદ માં આવક નો દાખલો મેળવવા ની તારીખ જોઈ જે તે તારીખે તમારો આવક નો દાખલો મેળવવાનો રહેશે. આવકનો દાખલો 3 વર્ષ ( નાણાકીય વર્ષ ) સુધી માન્ય રહેતો હોવાથી સાચવીને રાખવો.

તમે Aavak no dakhlo ની ઓનલાઇન અરજી ઘરે બેઠા પણ કરી શકો છો પરંતુ ઓનલાઇન અરજી કર્યાબાદ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે તેથી તમારી લાગુ પડતી કચેરી એ જઈ ફોર્મ ભરવું હિતાવહ રહેશે.

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા માટેની વિગતો

જો આ સર્વિસ તમારા જિલ્લા માં લાગુ પડતી હોય તો જ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહે છે.

સૌ પ્રથમ ડીજીટલ ગુજરાત ની વેબસાઈટ ( www.digitalgujarat.gov.in ) પર જઈ તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. જેમાં તમારો મોબાઈલ નંબર, Email Id, પાસવર્ડ લખી Save પર ક્લિક કરી પ્રોફાઈલ માં તમારી વિગતો ભરી પ્રોફાઇલ બનાવો.

ત્યારબાદ આવકના દાખલાની સર્વિસમાં જઈ અપોઈન્ટમેન્ટ મેળવવી અને અપોઈન્ટમેન્ટ ની રસીદ ડાઉનલોડ કરવી.

રસીદ ની પ્રિન્ટ કરાવી ને લાગુ પડતી કચેરી પર જઈ ઉપરોક્ત જણાવેલ આવક નો દાખલો કઢાવવા ની પ્રક્રિયા અનુસરો.

ડીજીટલ ગુજરાત ની આ ( www.digitalgujarat.gov.in ) વેબસાઈટપર થી ઘણા બધા કામો ( સર્વિસો ) ની અરજી ઓનલાઇન કરી શકાય છે. પરંતુ ઓનલાઇન અરજી કરતા પહેલા લાગુ પડતી કચેરી પર જઈ જે તે સર્વિસ માટે ઓનલાઇન અરજી સ્વીકારે છે કે નહિ તે ચકાસી લેવું કારણકે જો તમે ઓનલાઇન અરજી કરો અને કામ ના થાય તો તમે જે યોજના માં લાભ લેવો હોય તે રહી જશે.

અમારા દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ, સરકારી યોજનાઓ ના ફોર્મ કઈ રીતે ભરવા, શિક્ષણ ને લગતી માહિતી વગેરે માહિતી સરળ અને સમજી શકાય એવી ભાષામાં લોકો ને મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો લોકો સુધી જરૂર શેર કરો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ
Sarkari Yojana

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…
Sarkari Yojana

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…
Sarkari Yojana

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…
Sarkari Yojana

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: