જીવનમાં સફળ થવા માટે અને સુખી રહેવામાં ભાગ્ય એક મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે ઘણા લોકોનું નસીબ એટલું બધું ખરાબ હોય છે કે તે જે પણ કામ કરે છે, તેમાં તેમને નિષ્ફળતા જ મળે છે. આવા જ ભાગ્યહીન પુરુષોના વિશે સમુદ્રશાસ્ત્રની અંદર અમુક વાતો જણાવવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભાગ્યહીન પુરુષોની અંદર ક્યાં-ક્યાં શારીરિક લક્ષણો જોવા મળે છે. આજે અમે તેમના વિશે જ તમને જણાવીશું.
- જે પુરુષોના પગના અંગૂઠા વધારે મોટા હોય છે. તેમનું ભાગ્ય તેમને ક્યારેય સાથ આપતું નથી. આવા લોકો સારા ભાગ્ય માટે તરસતા રહે છે. તેમને પોતાના ખરાબ નસીબના સહારે જ જીવવું પડે છે.
- જે પુરુષોના પગ સફેદ, સૂકા, આડા નખ અને અસમાન આંગળી વાળા હોય છે, તેમને પોતાના જીવનમાં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને તેમને ધન સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ આવે છે.
- જે પુરુષોની જાંઘ પર રોમ હોતા નથી, તે કિસ્મતનો લાભ ઉઠાવી શકતા નથી. ભાગ્ય તેમની આસપાસ પણ ફરકતું નથી.
- જે પુરુષોના ઘૂંટણમાં વધારે માંસ હોતું નથી, તે પણ કિસ્મતનો લાભ ઉઠાવી શકતા નથી. આવા પુરુષોને દરેક નાની નાની ચીજો માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. સુખ માટે ભાગ્ય તેમને તરસાવી દે છે.
- જે પુરૂષોની નાભિ નાની હોય છે, તેમને પણ પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ભાગ્ય તેમનાથી હંમેશા દૂર જ રહે છે.
- જે પુરુષોની દાઢી નાની અને ચપટી હોય છે, તે જીવનમાં ધનની બાબતમાં પાછળ રહી જાય છે. પૈસા તેમને મહેનતથી જ મળે છે, નસીબથી નહી.
- જે પુરૂષોનું ગળું થોડું વધારે લાંબુ હોય છે, તે જીવનમાં સુખી રહી શકતા નથી. તેમને વારંવાર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- જે પુરુષોની હથેળીનું તલ વધારે ઊંડું હોય છે. તે પિતા તરફથી ધનનું સુખ લઈ શકતા નથી. તેમણે પોતાના જ પૈસાથી જીવન પસાર કરવું પડે છે.
- જે પુરૂષોનું પેટ લાંબુ અને પાતળું હોય છે, તે હંમેશા ધનના અભાવમાં રહે છે. તેમને ગરીબીનો જ સ્વાદ ચાખવો પડે છે.
અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે. આ માપદંડોના આધાર પર તમે કોઈપણ વ્યક્તિના સારા અને ખરાબ ભાગ્યની ઓળખ કરી શકો છો. જો તમે પણ આ લિસ્ટમાં આવો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મહેનત, ધગશ અને પોતાની પ્રતિભાથી તમે દુર્ભાગ્યને પણ પછાડી શકો છો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.