80 વર્ષના આસારામ બાપુ જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહ્યા છે. કોરોના સંક્રમિત થયા પછી તેમની તબિયત સતત બગડતી જઈ રહી છે. ગુરુવારના દિવસે જિલ્લા ન્યાયાલયમાં તેમની હાજરી હતી અહીંયા જયારે તેઓ આવ્યા ત્યારે તેઓ બહુ કમજોર દેખાઈ રહ્યા હતા. આસારામ બાપુમાં હવે પહેલા જેવી તાકાત રહી નથી તેમને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. ત્યાં તેઓ પોલીસ કર્મીના સહારે ચાલતા દેખાઈ રહ્યા હતા. પોલીસની ગાડીથી ઉતરીને કોર્ટ સુધી જવામાં તેમને પોલીસ કર્મીઓનો સહારો લેવો પડ્યો હતો.

આસારામ બાપુના સમર્થકો એ બાપુની તબિયતને લઈને થોડા ચિંતિત દેખાઈ રહ્યા હતા. તેઓ વારંવાર પોલીસ કર્મીઓને સવાલ પૂછતાં દેખાઈ રહ્યા હતા તેઓ જાણવા માંગતા હતા કે ડોક્ટર અરુણ ત્યાગી ક્યારે આસારામ બાપુને જોવા માટે આવશે. પછી પોલીસ કર્મીઓ આસારામને કહે છે કે તમે કોર્ટને આ વાત જણાવો એ તમારી સારવારનો આદેશ આપશે તો તમારી સારવાર માટે ડોક્ટર અરુણ ત્યાગીને પણ ઓર્ડર આપવામાં આવશે.

તેઓ કોર્ટમાં બહુ ધીમે ધીમે ચાલીને જતા દેખાતા હતા. આની પહેલા જયારે તેઓને જયારે પણ કોર્ટમેળવવામાં આવતા હતા તેઓ જાતે જ ચાલીને સરળતાથી કોર્ટ સુધી જતા હતા. પણ જ્યારથી તેઓ કોરોનાની પકડમાં આવ્યા હતા ત્યારથી તેઓ સતત બીમાર રહી રહ્યા છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આસારામ એ શરૂઆતથી જ પોતાની સારવાર આયુર્વેદ દ્વારા કરાવી રહ્યા હતા. આની પહેલા જયારે તેમને પકડવામાં આવ્યા હતા ત્યારે તેમના વૈદ્ય નેતા તેમની આયુર્વેદિક દવાઓ આપવા માટે જોધપુર આવ્યા હતા. યૌનશોષણના કેસની સુનાવણી સમયે એકવાર તેમને આયુર્વેદિક વિશ્વવિદ્યાલયમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. પણ સજા મળ્યા પછી કોર્ટના આદેશ મુજબ તેમની સારવાર જોધપુરમાં જ આયુર્વેદિક રીતે થશે એવું નક્કી થયું હતું. અત્યારે તેમનો ઉપચાર અરુણ ત્યાગી જ કરી રહ્યા છે.

કોરોના થવા પછી પણ તેમનું નિયમિત ચેકીંગ એમ્સ દ્વારા કરવામાં આવતું હતું. પણ અહીંયા તેઓએ અંગ્રેજી દવાઓ લેવાની ના કહી હતી. અત્યારે તેમને  ઇન્ફેક્શન અને પેટ સંબંધિત કોઈ બીમારી છે. એક સમય એવો હતો જયારે આસારામના દરબારમાં ઘણી મોટી નામના ધરાવતા લોકો પણ આવતા હતા. લાખો લોકો તેમના અનુયાયી હતા. પણ 2013માં જયારે બળાત્કારનો મામલો સામે આવે છે ત્યારે તેમની પડતી શરુ થઇ હતી. આ પહેલા પણ તેમની તબિયતને કારણે તેમણે જામીન માટે અરજી કરી હતી. પણ અત્યારે તેઓ જોધપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે અને તેમણે તેમને મળેલી સજાની વિરુદ્ધમાં અપીલ પણ કરી હતી. વર્ષ 2013માં 16 વર્ષીય બાળકીએ આસારામ પર જોધપુરના આશ્રમમાં બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. આ પછી 2014માં તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube