પાડોશી દેશ નેપાળે છોડેલા પાણીને કારણે ઉત્તર પ્રદેશના 15 જિલ્લાના 820 ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે, સાથે જ બિહારમાં પણ સ્થિતિ વધુ કથળી રહી છે. આ 820 ગામોમાંથી 173 ગામડા એવા છે કે જ્યાં જવા માટે રોડ રસ્તા છે તે પણ સંપૂર્ણપણે ડુબી ગયા છે તેથી આ ગામડાઓ વિખુટા પડી ગયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે સરાયુ અને રાપ્તી નદીમાં પાણીનું સ્તર વધવાથી પરિસ્થિતિ વધુ કથળી ગઇ છે.

ઉત્તર પ્રદેશના 15 જિલ્લાના 820 ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ

સરાયુ અને રાપ્તી નદીમાં પાણીનું સ્તર વધવાથી પરિસ્થિતિ વધુ કથળી ગઇ

બેકવર્ડ ક્લાસ વેલફેર મિનિસ્ટર અનિલ રાજબારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગોંડા અને સાગરી ડિવિઝનમાં સિૃથતિ વધુ ખરાબ છે. આઝમગઢના બે ગામડાઓમાં બધા જ મકાનોમાં પાણી ઘુસી ગયા છે અને ત્યાં રેસ્ક્યૂ ટીમ પહોંચવાના પ્રયાસો કરી રહી છે. જ્યારે 12 ગામડાઓનો સંપૂર્ણ પાક નાશ પામ્યો છે. આશરે 110 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે કે જ્યાં ગામડામાં પ્રભાવિત લોકોને રાખવામા આવશે. આશરે 1129 બોટને દોડતી કરવામાં આવી છે. જેની મદદથી લોકોને ફૂડ પેકેટ પણ પહોંચતા કરવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ગોંડા અને સાગરી ડિવિઝનમાં સિૃથતિ વધુ ખરાબ

પશુઓને રાખવા માટે 92 જેટલા શેલ્ટર તૈયાર કરવામા આવ્યા છે. સૃથાનિક પ્રશાસનને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દરેક પ્રકારની સાવચેતી રાખવાના આદેશ જારી કર્યા છે અને કોઇનો પણ જીવ જોખમમાં ન મુકાય તે પ્રકારના કડક પગલા લેવાની ચેતવણી આપી છે. આશરે 188 મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ એનડીઆરએફ, એસડીઆરએફની 16 ટીમ પણ કામે લાગી ગઇ છે. ઉત્તર પ્રદેશના 15 જિલ્લામાં હાલ પૂર આવી ગયું છે.

એનડીઆરએફ, એસડીઆરએફની 16 ટીમ પણ કામે

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube