આપણે દેશના જવાનોને જોતા હોઈએ છીએ જે દેશની સેવા કરવા માટે ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે અને દેશની સેવા કરતા હોય છે, તેથી બધા લોકો જવાનોની બહાદુરીને સલામ કરતા હોય છે, સેનાના જવાનો તેમના જીવની પરવા કર્યા વગર દેશની સેવા કરતા હોય છે, ઘણા સેનાના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ પણ થઇ જતા હોય છે.
ઘણા સેનાના જવાનો તેમની સેવા પુરી કરીને નિવૃત થઈને તેમના વતને પરત પણ આવતા હોય છે, તેથી ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને તેમનું ભવ્ય સ્વાગત કરતા હોય છે, હાલમાં એક તેવા જ આર્મીના જવાન તેમની ફરજ પુરી કરીને તેમના માદરે વતને પરત આવ્યા તે સમયે તેમની પત્નીએ તેમનું એવું ભવ્ય અને જોરદાર સ્વાગત કર્યું હતું.
આ નિવૃત જવાનની પત્નીએ તેમનું એવું ભવ્ય સ્વાગત કર્યું હતું કે ગામના બધા લોકો જોતા જ રહી ગયા હતા, આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવી હતી, આ નિવૃત જવાનનું નામ સોનુ ગોહસ્વામી હતું, આ આર્મી જવાન જયારે નિવૃત થઈને તેમના વતને પરત આવ્યા તે સમયે તેમની પત્નીએ હાથી પર તેમને બેસાડીને તેમની ભવ્ય રેલી કાઢી હતી.
આ નિવૃત જવાનને રેલવે સ્ટેશનથી તેમના ઘર સુધી હાથી પર બેસાડીને ઢોલ નગારાં સાથે વાજતે ગાજતે તેમના ઘરે લાવ્યા હતા, ત્યારબાદ આ નિવૃત જવાનની પત્નીએ તેમની આરતી ઉતારીને કપાળમાં તિલક કરીને તેમનું ભવ્ય રીતે ધામધૂમથી સ્વાગત કર્યું હતું, આ જવાનની હાથી પર બેસીને રેલી કાઢી તો પરિવારના લોકો અને સબંધીઓ ખુબ જ ખુશ થઈને નાચ્યાં હતા.
ત્યારબાદ આ રિટાયર્ડ જવાનની પત્નીએ કહ્યું હતું કે મારા પતિએ દેશની રક્ષા કરી છે, તેથી મને મારા પતિ પર ખુબ જ ગર્વ છે, તેથી મેં વિચારીને જ રાખ્યું હતું કે જે સમયે મારા પતિ તેમની સેવા પુરી કરીને નિવૃત થઈને ઘરે પરત આવે
તે સમયે હાથી પર બેસાડીને તેમનો વરઘોડો કાઢીને તેમનું ભવ્ય સ્વાગત કરીશ, તેથી આ જવાન નિવૃત થઈને તેમના વતને પરત આવ્યા તે સમયે તેમની પત્નીએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.