આંધ્રપ્રદેશના કોવિડ કેયર સેન્ટરની હોટલમાં લાગી આગ, 40માંથી 7 લોકો જીવતા ભૂંજાયા

અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં લાગેલી શોર્ટ સર્કિટની આગ બાદ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં આગ લાગી. બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ હોટલનો ઉપયોગ કોવિડ સેન્ટર તરીકે થતો હતો. જ્યારે આગ લાગી ત્યારે ત્યાં 40 લોકો હાજર હતા. જેમાંથી આગના કારણે 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.

આંધ્ર પ્રદેશની હોટલ ગોલ્ડન પેલેસમાં આગ લાગતાંની સાથે જ

image source

હાલમાં લોકોને બચાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.40 લોકોમાંથી કુલ 30 કોરોના દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફના 10 લોકો છે. આગની ઘટનાને પગલે 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 15 લોકોનો બચાવ થયો છે.

મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

image source

અમદાવાદની શ્રેય હોસ્પિટલની જેમ અહીંના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હોટલ ખાનગી હોસ્પિટલ દ્વારા ભાડે લેવામાં આવી હતી, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કોરોના દર્દીઓને અહીં સારવાર માટે રાખવામાં આવ્યા છે.

image source

હજુ તો અમદાવાદના કોવિડ કેર સેન્ટરમાં લાગેલી આગની ઘટના વિસરાઇ નથી ત્યાં આજે વહેલી સવારે આંધ્રપ્રદેશને કોવિડ કેર સેન્ટરમાં પણ આગમાં 7 દર્દીઓના મોતના સમાચારે ધ્રુજાવી દીધા છે. વિજયવાડામાં એક હોટલમાં આગ લાગી છે. સ્થળ પર ફાયર ટેન્ડર પહોંચતા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ હોટલનો ઉપયોગ કોવિડ સેન્ટર તરીકે થતો હતો. લોકોને બચાવવાનું કામ શરૂ થઈ ગયું છે. હોટલ ગોલ્ડન પેલેસમાં આ અકસ્માત થયો છે. હોટેલમાં 40 લોકો હોવાના સમાચાર છે. તેમાં 30 કોરોનાના દર્દીઓ અને 10 લોકો હોસ્પિટલ સ્ટાફ છે. તેમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 15 લોકોને બચાવી લીધા છે.

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલના કોવિડ કેયર સેન્ટરમાં લાગી હતી આગ

image source

આની પહેલાં 6 ઓગસ્ટના અમદાવાદના નવરંગપુરા વિસ્તારના કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગ હોસ્પિટલના આઇસીયુમાં લાગી હતી. આ અગ્નિકાંડમાં 8 કોરોના દર્દીના મોત થયા હતા. મૃતક કોવિડ દર્દીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જાણી શકાયું છે કે મરનાર તમામ દર્દીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 50થી વધુ દર્દીઓને ફાયર બ્રિગેડની ટીમોએ રેસ્કયૂ કર્યા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube