આજે તો તને હું પતાવી દઈશ અને જો તું બચી જાય તો.. કહી દિયરે ભાભીના પેટમાં ચપ્પુ હુલાવ્યું

સુરતઃ શહેરના ડુમ્મસ (Surat Dumas) ખાતે રહેતી મહિલાને રાહુલ રાજ મોલ પાસે ધોળાદિવસે તેના સગા દારૂડિયા દિયરે પારિવારીક ઝઘડાની અદાવતમાં પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ (Attempted murder) કર્યો હતો. ઉમરા પોલીસે (Umra Police) આ અંગે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. છાયાબેનને પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી શૈલેષ ભાગી ગયો હતો. લોકોની ભીડ ભેગી થતાં ત્યાં ઉભેલો વડાપાઉની લારીવાળા ભાઈએ માનવતા દાખવી છાયાબેનને બાઈક ઉપર બેસાડી સેજલને પાછળ બેસાડી નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડી હતી

આજે તો તને હું પતાવી દઈશ અને જો તું બચી જાય તો.. કહી દિયરે ભાભીના પેટમાં ચપ્પુ હુલાવ્યું

ડુમ્મસ સુલતાનાબાદ ક્ષેત્રપાળના ટેકરા પાસે રહેતી 35 વર્ષીય છાયાબેન મહેશભાઈ કેવડીયાને તેના દિયરે ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા છાયાબેનએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પતિ અને તેમની માતા તથા પાંચ સંતાન સાથે રહે છે. સંતાનમાં તેમને ચાર દિકરી અને એક પુત્ર છે. છાયાબેન પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા પીપલોદ ખાતે ઘરકામ માટે જાય છે. છાયાબેનનો પતિ હાલ બેરોજગાર છે. છાયાબેનના સાસુ અને દિયર વરાછા ખાતે રહે છે. છાયાબેનનો દિયર શૈલેષ કુંવરજી કેવડીયા(ઉ.વ.30. રહે,ભક્તિનગર હીરાબાગ વરાછા) છુટક મજુરી કામ કરે છે. અવારનવાર ડુમ્મસ છાયાબેનને ત્યાં આવીને ત્રણેક દિવસ રોકાય અને દારૂ પી ને ઝઘડો કરે છે.

ગત 6 ઓક્ટોબરે શૈલેષ દારૂ પીને છાયાબેન સાથે ઝઘડો કર્યો હતો. બીજા દિવસે સવારે છાયાબેન તેમની વાનમાં કામ ઉપર જવા નીકળી ગયા હતા. વાન ચાલકે છાયાબેનને રાહુલ રાજ મોલ પાસે ઉતાર્યા હતા. છાયાબેન સાથે અન્ય મહિલાઓ પણ હતી. ત્યારે ત્યાં છાયાબેનના દિયરે આવીને બધાને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. ત્યારબાદ છાયાબેનની નજીક જઈને કાલે મારી સાથે બહું હોશિયારી કરતી હતી, આજે તો તને હું પતાવી દઈશ અને જો તું બચી જાય તો ફરી તને મારવા આવીશ તેવું કહીને ચપ્પુ પેટના ભાગે મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. છાયાબેનએ બૂમો પાડતા રાહદારીઓ અને તેમની સાથે આવેલી ટીનુબેન તથા તેમની દીકરી સેજલ દોડી આવ્યા હતા. લોકોની ભીડ જોઈ શૈલેષ ભાગી છુટ્યો હતો. ઉમરા પોલીસે આ અંગે ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.

વડાપાઉની લારીવાળા ભાઈ બાઈક ઉપર હોસ્પિટલ લઈ ગયા

છાયાબેનને પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી શૈલેષ ભાગી ગયો હતો. લોકોની ભીડ ભેગી થતાં ત્યાં ઉભેલો વડાપાઉની લારીવાળા ભાઈએ માનવતા દાખવી છાયાબેનને બાઈક ઉપર બેસાડી સેજલને પાછળ બેસાડી નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી વધારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube