આવતા મંગળવારના દિવસે ગ્રહો નું પરિભ્રમણ થવાનું છે. તો ગ્રહોના પરિભ્રમણ ના લીધે ઘણી રાશિ ઉપર તેની સારી અસર પડશે. તેને નોકરી ધંધા આરોગ્ય લગ્ન- પ્રેમ જીવન સંબંધિત ફાયદા થશે. જો તમે પણ જાણવા માંગો છો કે મંગળવારના દિવસે બજરંગબલી ના આશીર્વાદ કઈ રાશિ ઉપર પ્રાપ્ત થશે.

મેષ રાશિ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન લાગશે. તેની કલ્પના શક્તિ માં સતત વધારો થશે. પ્રેમ નું વાતાવરણ રહેવાને કારણે લગ્નજીવન સુખી રહેશે. સંતાનની તબિયત સંબંધી ચિંતા રહી શકે છે. વારસાગત સંપત્તિ મળવાની સંભાવના છે. ધંધામાં ધ્યાન કેન્દ્રિત કરશો તો પરિણામ સારા મળશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ખૂબ જ મહેનત કર્યા પછી પણ તમારી તમામ સમસ્યાઓનો માંથી રાહત મળશે.ભાગ્ય તમારો સાથ આપશે. ધંધાના સ્થળ નું વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. ઉતાવળમાં કોઇ કામ કરવું નહીં. વ્યવસાય પરિવર્તન તમારા માટે ફાયદાકારક રહેશે.

મિથુન રાશિ

ધીમે ધીમે તમે તમારું જૂનું સ્વરૂપ મેળવશો. મનમાં શાંતિ-આનંદ થશે. પરિવારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. કામમાં તેજી આવશે. તમારી તમામ યોજનાઓ સફળ થશે.

કર્ક રાશિ

બૌદ્ધિક પ્રવૃત્તિ તેમજ લેખન કાર્યમાં સતત વ્યસ્તતા રહેશે. નોકરીમાં તરક્કી મળશે. ખર્ચમાં વધારો થશે. પરીક્ષા અંગે ચિંતા વધશે.તેમજ તમારા સહકર્મીઓ તમારો સાથ આપશે. બધા જ કામ પૂર્ણ થશે. વાદવિવાદ માં પડતા નહીં.કોઈ પણ કામ શરૂ કરતાં પહેલા અનુભવી વ્યક્તિ નો અભિપ્રાય જરૂરી છે.

સિંહ રાશી

તમારા ધંધામાં આવતા તમામ અવરોધો દૂર થશે. પ્રતિસ્પર્ધી સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આળસ માં વધારો થશે. નોકરીમાં પરિવર્તન થશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડા પરેશાન રહેશો. લગ્નજીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરશો.

કન્યા રાશિ

આજના દિવસે તમે કોઇ નવા કાર્યની શરૂઆત કરવાના છો તો તેમાં તમારા મિત્રોનો પરિવારજનોનો બધાનો સહયોગ મળશે. શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઉત્પન્ન થશે. પરિવારના લોકો સાથે મતભેદ થઈ શકે છે. પરંતુ વાણીમાં નિયંત્રણ રાખવું સ્વભાવ ઉપર કંટ્રોલ રાખવો.

તુલા રાશિ

પતિ પત્ની ના પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે. વાહનની મુસાફરી પ્રત્યે વધારે સાવચેત થવું. મનમાં નિરાશા- અસંતોષની લાગણી નું ઉત્પન્ન થશે. નોકરીમાં થોડો અસંતુષ્ટ અનુભવાશે. નાણાકીય લેવડદેવડ રોકાણની બાબતમાં સાવચેત રહેવું બાકી નુકસાન થઈ શકે છે. જો તમે સતત મહેનત કરો છો તો તમારા માટે આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થશે. તબિયત દવા પાછળ વધારાનો ખર્ચ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

જવાબદારીઓમાં વધારો થશે. તેમજ તેને સંભાળવાની રીતમાં ફેરફાર કરવો આવશ્યક છે. પરિવારીક જીવન સુખી રહેશે. પરિવારના લોકો સાથે વૈચારિક મતભેદ થશે. પરંતુ વાણીમાં મીઠાશ રાખવી. ધંધામાં નવો લાભના યોગ છે. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. વૃદ્ધો તરફથી આશીર્વાદ મળશે.

ધન રાશિ

નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ ધન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમજ નવા કરાર થશે. મનમાં અશાંતિ ઉત્પન્ન થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું ઈચ્છો છો તો તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે. ભાગીદારી માટે પણ આ શ્રેષ્ઠ સમય છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સૌથી અનુકૂળ સમય છે.

મકર રાશિ

મનોરંજન પાછળ પૈસાનો ખર્ચ વધી શકે છે. સંપત્તિના રોકાણ થઇ શકે છે. તે બાબતે માતા-પિતાનો સહયોગ મળશે. સંતાનોના સુખમાં વધારો થશે. તમારું કામ ધીમી ગતિ પરંતુ વચન સ્થિર થશે. ધંધામાં લાભ થઈ શકે છે.

કુંભ રાશિ

તમામ અટકેલાં કાર્ય પૂર્ણ થશે. તમારા કામની પ્રશંસા થશે. મહેનત ના વખાણ થશે. પારિવારિક જીવનમાં સુખનો વધારો થઈ શકે છે. ધંધામાં મુશ્કેલીઓ આવશે. જુના રોકેલા નાણા પરત મળી શકે છે એ પણ વળતર સાથે.

મીન રાશિ

રચનાત્મક પ્રવૃત્તિમાં તમારું મન સતત કાર્યશીલ આવકમાં વધારો થશે. મુસાફરીની યોજના બનાવી શકશો તમારા દુશ્મનોથી સાવચેત રહેવું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube