Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

આજે બદલાઈ રહી છે મંગળની ચાલ, માઠી અસરની શરૂઆત થવાની છે અને આ રાશિઓના લોકો ધનવાન થશે

પૃથ્વી પુત્ર મંગળ આજે મધ્યરાત્રિએ 03:48 વાગ્યે વક્રી થાય છે. તેના પૂર્વગ્રહ રાજ્યમાં ચાલતા,મંગળ આગળના 6 મહિના સુધી રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં પ્રવેશ કરશે,અને ફરીથી સવારે 6 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે.

આ ચાલથી કંઈ રાશિને થશે ફાયદો અને કંઈ રાશિને થશે નુકસાન.

મેષ રાશિ
મેષ રાશિમાં બીજા સ્થાનમાં મંગળ ગોચર કરશે, મંગળની શુભ સ્થિતિ મેષ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિના યોગ બનશે. પારિવારિક સુખમાં આંતરિક વિવાદની સંભાવના જોતા સંયમ રાખવો પડશે. યાત્રા-પ્રવાસના યોગ બની રહ્યા છે. ધાર્મિક યાત્રાની સંભાવના છે. પરસ્પર સંબંધોમાં અનુકૂળતા રહેશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિમાં મંગળનું ગોચર ઘણો લાભ આપી શકે છે. વિવાહિત લોકો વિવાદથી દૂર રહેવા માટે જીવન સાથી સાથે સંયમથી વાત કરે. તેની વાતને સમજવાનો પ્રયાસ કરો. સાર્વજનિક જીવન પર વાણી કંટ્રોલ રાખવો નહીં તો ગેરસમજ થઇ શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે મંગળ ચંદ્રથી બારમા સ્થાન પર રહેશે. જેનાથી મિથુન રાશિના જાતકો માટે આકસ્મિક ખર્ચ વધવાની સંભાવના રહેશે. બીમારી ઘેરી લેશે. યાત્રા-પ્રવાસના યોગ બનશે.પ્રોફેશનલ રીતે  એટલે કે નોકરી અથવા ધંધામાં આંતરિક વિવાદની સંભાવના છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રતિકૂળ રહેશે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે મંગળ અગિયારમા સ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. મંગળ ગ્રહના લાભદાયક સ્થાનને કારણે આ રાશિના લોકો માટે સ્થિતિ સારી માનવામાં આવશે. આ મંગળના ગોચરને કારણે અંગત જીવનની સુસંગતતા વધશે. કામગીરીમાં પ્રગતિના સંકેત છે. આર્થિક રીતે તમે પ્રગતિની અપેક્ષા રાખી શકો. વાણી ઉપર સંયમ રાખવાનું શીખો, નહીં તો પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે વૃષભ રાશિનો મંગળ ભાગ્યેશ અને સુખેશ બનીને દસમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. સિંહ રાશિના જાતકો માટે આ મંગળ તેના ધ્યેયમાં સફ્ળતાપ્રદાયક સાબિત થશે. પરંતુ આ રાશિના જાતકોએ તનતોડ મહેનત કરવાની આવશ્યકતા રહેશે. કામને લઈને કંઈક નવું કરી શકો છો.

કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે મંગળ ભાગ્ય સ્થાન પર જઈ રહ્યો છે. જેનાથી કન્યા રાશિના જાતકોને અચાનકે જ કોઈ દુર્ઘટના કે ઇજાનો શિકાર થઇ શકે છે. વાહન ચલાવતી વખતે તમારું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય નબળું લાગે તો તરત જ ડોક્ટર પાસે જઈને ઈલાજ કરાવો. તમારા દૈનિક કાર્યમાં પ્રગતિ જોવા મળશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

તુલા રાશિ
તુલા રાશિમાં વૃષભનો મંગળ આઠમા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. આ કારણે તમારે તબિયતનું ધ્યાન રાખવું પડશે. અન્યથા નાની બીમારીઓ મોટું રૂપ લઇ શકે છે. વાહન ચલાવતી વખતે અસાવધાનના રહો. આ સમય મધ્યમ ફળદાયી રહેશે. પારિવારિક સુખ મળશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળના કારણે દાંમ્પત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે મતભેદની સંભાવના વધશે. તમારી વાતને સાચી સાબિત કરવા માટે અને વાત મનાવવા માટે જબરદસ્તી કરશો. પ્રોફેશનલ લાઈફમાં એક વ્યક્તિ સાથે સંબંધ સારો રાખો. કામને લઈને લોકો સાથે સારી રીતે વાત કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ધન રાશિ
ધન રાશિ માટે વૃષભનો મંગળ પંચમેશ અને વ્ય્યવેશ થઈને છઠા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. અનપેક્ષીત ખર્ચ થવાની સંભાવના છે. ખર્ચ પર અંકુશ નહીં રાખો તો જરૂરિયાતની વસ્તુ લેવા માટે બીજા પાસેથી પૈસા લેવા પડશે. સ્વાસ્થ્ય સારું રહૅશૅ. અભ્યાસ માટે સમય સારો રહેશે.

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે મંગળ પાંચમા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. જેનાથી આ રાશિના જાતકોને સંતાન તરફથી સારા પરિણામ જોવા મળશે. આર્થિક લાભ થશે. જમીન સંબંધી સોદાઓનો વિચાર કરી શકો છો. આ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે.

કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે મંગળ ચોથા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. જેનાથી આ રાશિના જાતકોને યાત્રાના યોગ બની રહ્યા છે. માતા માટે આ સમય શુભ રહેશે. નવી સંપત્તિમાં ખર્ચા કરવા માટે અને ઘર સંબંધિત કામકાજ માટે ખર્ચની સંભાવના વધશે.

મીન રાશિ
આ રાશિના જાતકોમાં મંગળ ગ્રહ ત્રીજા સ્થાને એટલે કે કુંડલીના પરાક્રમ સ્થાનથી ભ્રમણ કરશે. ભાગ્યવૃદ્ધિ થશે. પારિવારિક સુખનો આનંદ ઉઠાવી શકશો. આર્થિક રીતે સ્થિતિ સારી રહેશે. પ્રોફેશનલ રીતે નવું સાહસ કરવાની પ્રેરણા મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

શું તમે જાણો છો ગુરુવારે આ કાર્ય ક્યારેય ન કરવું જોઈએ, પતિ અને બાળકોનું જીવન ઓછું થઈ જાય છે, ઘરમાં આવે છે પરેશાનીઓ.

Nikitmaniya

Rashifal ૯ ડિસેમ્બર : આજે આ ૩ રાશિઓને ઉઠાવવું પડી શકે છે નુકસાન, દુર્ઘટના થવાની પણ સંભાવના

Nikitmaniya

દરેક સંબંધને પ્રામાણિકતાથી નિભાવે છે આ રાશિની યુવતીઓ, બને છે બેસ્ટ ગર્લફ્રેન્ડ

Nikitmaniya