૮૧ વર્ષે બની રહ્યો છે શુભ સંયોગ મહાબલી હનુમાનજી કરશે મહેર. તો ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ.

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે નવું કાર્ય શરૂ કરવાનો ઉત્તમ સમય છે. તમારી સંચાર શક્તિ આજે તમને ઊંચા સ્થાન પર રહેશે. તેના લીધે તમારી જીવનશૈલીમાં ઘણા બધા ફેરફાર થઈ શકશે. તમારુ પારિવારિક જીવન થોડું કઠણાઈ ભર્યું રહેશે. આવી બધી સમસ્યાઓની વચ્ચે તમારા પાર્ટનરનો તમને ડગલે ને પગલે તમારો સાથ આપશે. તમને આગળ વધવા માટે સમર્થન આપશે.

વૃષભ રાશી: આ રાશિના લોકો વ્યવસાયમાં બહુ જ સફળ થઇ શકે છે. તથા તેમનું નામ રોશન કરી શકે છે. તદુપરાંત સ્વાસ્થ્ય નિરોગી હોવાને લીધે આનંદ માં રહેવાથી પોતાનો આત્મવિશ્વાસ પણ સારો એવો બનશે. સારું એવું કામ કરીને પોતાના સાથીદારોને પોતાની તરફ આકર્ષિત કરશે. તથા પોતાની હરોળમાં પોતે પ્રથમ રહેશે. પોતાની આવકમાં વધારો થઇ શકે છે. તથા પારિવારિક જીવન સુખમય રહે પોતાના સંતાનો તેમના માટે ગૌરવ અનુભવશે.

મિથુન રાશિ: આ રાશિના લોકો માટે મિશ્ર પરિણામ ની સ્થિતિ રહેશે. આ સમયગાળા દરમિયાન થોડી ચિંતા-જટિલતાઓ માં ફસાઈ ના જાઓ તેનું ધ્યાન રાખવું તથા ઘણા બધા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વધારે જશે. પારિવારિક જીવનમાં તમે બહુ ઉત્સાહભેર કોઈપણ કાર્યમાં મદદરૂપ થશો તથા આ સમયગાળા દરમિયાન યાત્રા માટેનો ઉત્તમ સમય છે.લાભદાયક પણ છે.

કર્ક રાશિ: આ જાતિના લોકોનું જીવન માં અસ્થિરતા રહેશે. મતભેદ થવાની પૂરી સંભાવના છે. પ્રેમ વિવાહ માટે શ્રેષ્ઠ સમય છે. જોબ વાળા માટે કઠીન સમય છે. જો તમે તમારા કામમાં તમારો દ્રષ્ટિકોણ બદલો તો તમારી લોકપ્રિયતા, ઈમાનદારી ના દિવસો આવશે. તમારો કોઈ નવો શોખ તમને ખર્ચાળ બનાવી શકે છે.

સિંહ રાશી: આ રાશિના લોકો માટે આર્થિક વ્યવહારિક રીતે જે યાત્રાનો યોગ છે. તે શુભ છે. આત્મવિશ્વાસ થી તમે સારું એવું ધન કમાઈ શકશો. પારિવારિક જીવન થોડું માનસિક તણાવ પેદા કરી શકે છે. પ્રેમી યુગલો માટે આ સબંધમાં ગેરસમજનો સામનો થવાની સંભાવના છે. આ રાશિના જાતકોના મિત્રો તેમના ઉપયોગી નીવડશે.

કન્યા રાશિ: આ રાશિના જાતકો માટે પોતે તૈયાર કરેલી યોજનાઓમાં બધા આવી શકે છે. તથા કોઇપણ વ્યક્તિઓ જોડે મતભેદ ન થવો જોઈએ કોઈપણ જગ્યાએ રોકાણ કરવું હોય તો તમારા માટે સારો સમય છે. પરંતુ તમારા બધા કાગળીયા ધ્યાનથી વાંચી ને પછી જ કોઈ પણ અંતિમ નિર્ણય લેવો. તમારા મિત્રો તથા પરિવારજનોનો સાથ તમારો આત્મવિશ્વાસ વધારશે. તથા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા રાશિ: આ રાશિના લોકો માટે અધૂરા કામ પૂર્ણ થઇ શકે છે. જે લોકો નોકરીની તલાશમાં છે. તે લોકોને નોકરી મળી શકે છે. કેટલાક લોકોને અમુક કાર્ય કરવા માટે બાધાઓ આવે છે. પરંતુ તેનો સામનો કરી તમારે એક નવી રણનીતિ બનાવવાની જરૂર છે. આ રાશિના જાતકોએ તણાવથી દૂર રહેવું પ્રેમીઓ માટે શુભ સમય છે.

વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકો વ્યવહારિક ક્ષેત્રમાં પોતાના સહકર્મીઓ સાથે સુમેળ સાધી શકશે.પોતાનું પારિવારિક જીવન ખુશીઓથી હર્યુભર્યું રહેશે. તથા શાસ્ત્રોમાં પણ નિરોગી રહેશે. આ લોકોનો આત્મવિશ્વાસ તારો હોવાથી નવું કાર્ય શરૂ કરવામાં શ્રેષ્ઠ સમય છે.

ધન રાશિ: આ રાશિના લોકો વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મેળવી શકે છે.તથા નવું કાર્ય કરવા માટે સારો સમય છે. તમારા મિત્રો તમને કોઈપણ મુશ્કેલી માંથી ઉગારશે. વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણમાં ધ્યાન આપવાની જરૂર છે. લગ્ન કરવા વાળા વ્યક્તિઓને લગ્ન નક્કી થશે. તથા કેટલાક લોકોના સ્વાસ્થ્યને ખરાબ અસર પડી શકે છે.

મકર રાશિ: આ રાશિના લોકો ને કોઈ ઉપર આશા રાખવાની જરૂર નથી તથા એકાએક આગળ વધવાની આશા ને ધીરજ આપવાની જરૂર છે. જો તમે વિરોધાભાસી કામ કરો છો તો તમારે સમસ્યાનો સામનો કરવા માટે તત્પર રહેવું પડશે. આર્થિક સમસ્યામાં તમારે ધીરજ રાખવી જોઈએ કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ પૈસાની કમી ને કારણે પારિવારિક જીવનમાં અસંતોષ વર્તાશે.

કુંભ રાશિ: આ રાશિના જાતકો માટે સારો સમય છે. આ જાતકોને પોતાના નોકરી-ધંધા માટે સારો એવો વ્યાપ મળી શકશે. તથા તેમને તેમના ધંધામાં નવું કાર્ય શરૂ કરવામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓનું પરિણામ સંતોષજનક રહેશે. વાલીઓ તેમના બાળકોના પરિણામ થી ખુશ રહેશે.

મીન રાશિ: આ રાશિના જાતકોએ પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂર છે. જો નહિ રાખે તો સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોએ સમજદારીથી કરેલા રોકાણ પર લાભ થવાનો યોગ છે. તમારા ભાઈ બહેન સાથે નાનો એવો મતભેદ થઈ શકે છે. તમારે પોતાના પરિવારમાં કોઈ નાના સભ્ય નો લગ્ન નો ખર્ચો ઉપાડવો પડશે. તથા પોતાના કામને લીધે વારંવાર યાત્રા એ પણ જવું પડી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube