મંગળ ગ્રહની પરિવર્તનશીલ ચાલ કઈ રાશિઓ માટે શુભ રહેશે. ચાલો જાણીએ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે મંગળનું વક્રીભવન એ અતિશય સારું રહેવાનું છે. ધંધામાં વિસ્તાર થશે. તમારી યોજના પ્રમાણે તમે સફળ થઈ શકશે. વેપાર-ધંધા થી જોડાયેલા લોકો માટે નવો કરાર થશે. સરકારી કામોમાં સહયોગ મળશે.

સિંહ રાશી

સિંહ રાશિવાળા લોકો માટે મંગળનું વક્રીભવન અતિ શુભ સાબિત થશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રગતિ જોવા મળશે. પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થશે. તમારા સાહસ પરાક્રમ ઉતરોતર વધારો થશે. ખરાબ પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવવાની શક્તિ મળશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયની લોકો પ્રશંસા કરશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળનું વક્રીભવન તેમના નસીબ ખોલી નાખશે. દરેક ક્ષેત્રમાં તે સફળ થશે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો અંત આવશે. રોકેલા નાણા પરત મળી શકે છે. નવી નોકરી સર્ચ કરતા હોવ તો તે તેમાં પણ સારા સમાચાર મળશે. રાજકારણ ક્ષેત્રે જોડાયેલા લોકોને પણ સારી એવી સફળતા મળશે.

કુંભ રાશિ

મંગળ નું વક્રીભવન કુંભ રાશિના લોકો માટે ખૂબ જ આશિર્વાદ સમાન રહેશે. આવકમાં વધારો થશે. આત્મવિશ્વાસ- હિંમત ની મદદથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશે. દુશ્મનોને પરાજિત કરશે. કોર્ટ-કચેરીના કેસમાં તમારો ખુલ્લુ હંમેશા માટે ભારે રહેશે.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે મંગળનું વક્રીભવન એ તેમની આર્થિક વૃદ્ધિ લઈને આવશે. ઘરના સાધનોમાં વધારો થશે. નવા વાહન નો યોગ લઈને મંગળ વક્રી ભવન આવે છે.

હવે જાણીએ કઈ રાશિઓ માટે મુશ્કેલી લઈને આવશે મંગળ વક્રીભ્રમણ

મેષ રાશિ

આ રાશિના લોકો માટે મંગળનું પરિભ્રમણ મિશ્ર પરિણામ લઇને આવશે. ફરી વાર માં વાદવિવાદ થશે. તેના કારણે માનસિક ચિંતામાં વધારો થશે. સોમવાર ઉગ્ર બનવાની શક્યતા છે. પોતાની જીદ ગુસ્સા પર નિયંત્રણ રાખવું.

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા લોકો માટે મંગળનું વક્રીભવન ખૂબ જ નુકસાનદાયક હશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. નાણાકીય તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. એટલે ખૂબ જ સાવચેતી રાખવી.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો માટે મંગળનું પરિભ્રમણ મિશ્ર પરિણામ લઇને આવશે. તમારામાં ઉર્જાસભર અનુભવ થશે. કોઈ વાદવિવાદ થવાની શક્યતા છે. તેનાથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો.

કન્યા રાશિ

આ રાશિના લોકો માટે મંગળનું ભ્રમણ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહેશે. તેથી તેમાં સાવચેતી રાખવી ગુપ્ત શત્રુઓ થી બચીને રહેવું.

તુલા રાશિ

મંગળનો પરિભ્રમણ થવાને કારણે તુલા રાશિના લોકોની મુશ્કેલીમાં વધારો થશે. લગ્ન જેવા શુભ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. વેપાર ધંધામાં સારી પ્રગતિ થશે.

ધન રાશિ

ધન રાશિના લોકો માટે મંગળનું પરિભ્રમણ એ પ્રેમસંબંધોમાં સમસ્યાઓ લઈને આવશે. લગ્નમાં મુશ્કેલીઓ સર્જાશે. પરંતુ ધંધા વેપારમાં ઉતરોતર પ્રગતિ જોવા મળશે. સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.

મકર રાશિ

મંગળના પરિભ્રમણ લીધે મકર રાશિના લોકોને માનસિક અશાંતિ ઉત્પન્ન થશે. વધારે પડતી મહેનત થશે. સામાજિક કાર્યોમાં તમારો સમય વ્યતીત થશે. હું માનસિક ટેન્શન હોવાના કારણે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube