અનેક લોકોને વારેઘડી પોતાનો મોબાઇલ ચેક કરવાની આદત હોય છે. જો તેઓ આ કામ ન કરે તો તેમને બેચેની અનુભવાય છે. જો તમે પણ વારેઘડી મોબાઇલ ચેક કરવાની આદત રાખો છો તો તમે ડિપ્રેશનનો શિકાર બની શકો છો. આ વાત તમારા માટે આશ્ચર્ય પમાડનારી હોઇ શકે છે.

એક સર્વેમાં જોવા મળ્યું છે કે 86 ટકા યુવા વારેઘડી ફોન ચેક કરે છે. તેનાથી તેઓ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. જો કોઇ વ્યક્તિ વારેઘડી પોતાના મોબાઇલ કારણ વિના ચેક કરતા રહે છે તો તેઓએ તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. તેમની આ આદત આગળ જઇને તેમને નુકશાન કરી શકે છે અને તેઓ મોટી બીમારીનો ભોગ બની શકે છે. જાણો કેવી રીતે યુવા ડિપ્રેશનમાં આવી રહયા છે અને તેનું સોલ્યુશન શું છે.

જાણો શા માટે વારેઘડી પોતાનો મોબાઇલ ચેક ન કરવો જોઇએ.

મોબાઇલના વધારે યૂઝથી આંખો અને મગજ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આંખો નબળી બને છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે.

ક્યારેય પણ મોડી રાતે કે સવારે ઊઠતામાં મોબાઇલ ચેક ન કરવો. તે સમય તમારા પોતાના માટે હોય છે. મગજને આરામ કરવા માટે સમય જોઇએ છે.

વારેઘડી ફોન ચેક કરવાની આદત તમને ચિંતાગ્રસ્ત કરી શકે છે. નોટિફિકેશન્સની સાથે મેસેજની રાહમાં ફોન ચેક કરવાની આદતથી સ્ટ્રેસ વધે છે.

મોબાઇલથી આ લગાવ વધારે ચિંતા ઉત્પન્ન કરે છે. તેનાથી બચવા માટે પોતાને આ ટેકનિકથી દૂર રાખવાની આદત કે ડિજિટલ ડિટોક્સ કરવું જરૂરી છે.

ડિજિટલ ડિટોક્સમાં ખાવાના ટેબલ પર ફોનનો ઉપયોગ ન કરવો, પથારી પર સૂતા સમયે ફોન બંધ કરી દેવો વગેરે આદતો સામેલ છે.

કોશિશ કરો કે જરૂરી કામ પૂરું થયા બાદ મોબાઇલનો યૂઝ ન કરો. નાના કેલ્ક્યુલેશન, રસ્તો વગેરે મોબાઇલથી જોવાના બદલે મગજ પર ભાર આપો.

સૂવાના સમયે મોબાઇલનો યૂઝ અવોઇડ કરવાની કોશિશ કરો. નહીં તો ઊંઘ પૂરી ન થવાના કારણે પણ તમને ચિંતા રહ્યા કરે છે.

નિયમ બનાવી લો કે ઓફિસમાં વોટ્સઅપનો યૂઝ નહીં કરો.

ઘરે પહોંચ્યા બાદ તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ બંધ કરી દો.

એક એવો સમય નક્કી કરી લો જ્યારે તમે સ્માર્ટફોનથી દૂર રહો. અલાર્મ સેટ કરો અને પોતાને ફોનથી દૂર રાખો.

તમે કોઇ ખાસ સૂચના મિસ ન કરો તે માટે શક્ય હોય તો તમે પહેલેથી લોકોને જાણ કરી દો કે તમે કયા સમયે અને કેટલી વાર સુધી નોટ અવેલેબલ રહેશો.

થોડા સમય માટે ફેસબુક, વોટ્સઅપ અને અન્ય એપ્સ ડિસેબલ કરો. તેના નોટિફિકેસન્સથી તમે ડિસ્ટર્બ થાઓ છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube