આજની દરેક વ્યક્તિ સ્માર્ટ છે પણ આ સ્માર્ટનેસ શોપિંગ સ્ટોરના ટ્રાયલ રૂમમાં જરાય દેખાતી નથી. તેના કારણે તમારે થોડા સમય બાદ શરમ અનુભવવી પડે છે. આજકાલ જ્યાં જુઓ ત્યાં ન્યૂઝ જોવા મળે છે કે ટ્રાયલ રૂમમાં હિડન કેમેરા લાગેલા હોવાના કારણે ચેન્જ કરતી યુવતીનો વીડિયો વાયરલ થયો. જ્યારે કેમેરા છુપાવીને વીડિયો બનાવનારા લોકો સ્માર્ટ બની રહ્યા છે તો યુવતીઓએ પણ ચાર ગણા સ્માર્ટ રહેવાની જરૂર છે. આજે આ આર્ટિકલ ફક્ત યુવતીઓ માટે નહીં પણ જે ઘરમાં દીકરીઓ છે તે દરેક ઘરના પેરન્ટ્સે વાંચવાની જરૂર છે.

જાણો ટ્રાયલ રૂમમાં ક્યાં છુપાવી શકાય છે કેમેરા અને કેવી રીતે ઓળખી શકાશે કે કેમેરા છે કે નહીં….

સાચા કાચની ઓળખ

ટ્રાયલ રૂમમાં લાગેલા કાચ નકલી હોઇ શકે છે તેમાંથી પણ કોઇપણ વ્યક્તિ તમને દૂરથી જોઇ શકે છે. સાચા કાચની ઓળખ કરવા આંગળી કાચ પર રાખો અને કાચ અને આંગળીની વચ્ચે જગ્યા રહે છે તો તે સાચો કાચ છે. જો કોઇ ગેપ ના રહે તો તે કાચ નકલી છે તે જાણી લો અને ચેતી જાવ.

સાચા કાચની ઓળખ આ રીતે પણ કરો

કાચને ઠોકો તેમાંથી ખાલી ડબ્બા જેવો અવાજ આવી રહ્યો છે તો સમજો કે તે કાચની પાછળ કેમેરા લાગેલો છે અને ત્યાંથી તમને કોઇ જોઇ શકે છે.

જો ફોન ના લાગે તો…

ટ્રાયલરૂમ કે બાથરૂમમાં જઈને મોબાઈલ નેટવર્ક ચેક કરો. જો તમારા ફોનનું નેટવર્ક ના પકડાય કે અંદર જઈને ફોન ના લાગે તો સમજી લો કે રૂમમાં હિડન કેમેરા છે.

લાઈટને ઓળખો

રૂમમાં જાઓ ત્યારે બધી લાઈટો બંધ કરીને રૂમને ચેક કરી લો. જુઓ ક્યાંય કોઈ લાલ કે લીલી લાઈટ તો નથી દેખાતી. જો આવી લાઈટ દેખાય તો સમજી જાઓ કે રૂમમાં ક્યાંક હિડન કેમેરા છે.

અવાજને ધ્યાનથી સાંભળો

જો રૂમમાં કોઈ અવાજ આવતો હોય તો એને ધ્યાનથી સાંભળો કેટલાક કેમેરા બહુ સેન્સેટિવ હોય છે અને એક્ટિવિટી થતાં જાતે જ ઑન થઈ જાય છે. એને એના અવાજથી શોધી શકાય છે.

બગ ડિટેક્ટર અને હિડન કૈમ ડિટેક્ટર પાસે રાખો

હિડન કૈમ ડિટેક્ટર કામની વસ્તુ છે. આ ડિટેક્ટર ગમે ત્યાં છૂપાવેલા કેમેરાને શોધી કાઢે છે. હિડન કેમેરાની શંકા હોય તો બજારમાંથી હિડન કૈમ ડિટેક્ટર ખરીદી લો.

હુક કે હેન્ડલમાં હોઈ શકે છે કેમેરા

ટ્રાયલ રૂમમાં ટ્રાયલ લેતા ધ્યાન રાખો કે રૂમની હુક કે હેન્ડલમાં કેમેરો તો નથી લગાવ્યો ને? આપણે હંમેશા ખૂણેખૂણા જોઈએ છીએ પણ આ જગ્યાઓ પર ઘ્યાન નથી જતું.

દરવાજાની સ્પેસને ચેક કરો

જો દરવાજાની નીચે કે વચ્ચે થોડી સ્પેસ હોય કે પછી દરવાજો તૂટેલો હોય તો ચેતી જાવ. જોઈ લો કે એ ભાગમાં ક્યાંય કેમેરો તો ફીટ નથી કર્યો.

આજની યુવતીઓ સ્માર્ટ છે અને સાથે જ પોતાને સેફ કઈ રીતે રાખવું તે પણ સારી રીતે જાણે છે. આ સિવાય જો તમે આ નાની ટિપ્સ યાદ રાખી લો છો તો તમે ટ્રાયલ રૂમમાં હિડન કેમેરાને શોધી શકો છો અને પોતાની કેર જાતે જ કરી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube