ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કોઈ ઘર તો વાસ્તુ પ્રમાણે બનાવી લે છે અને ઘરમાં પંચતત્ત્વોનું સંતુલન પણ યોગ્ય હોય છે પણ તેમ છતાં મુશ્કેલીઓનો અંત નથી આવતો. મુશ્કેલીઓનું કારણ સમજમાં નથી આવતું અને તમે સતત પરેશાન રહો છો. ઘણીવાર તમારી ખરાબ આદતો ઘમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. બસ તમને તમારી આ જ આદતો બદલવાની જરૂર હોય છે. તો ચાલો જાણીએ વાસ્તુ અનુસાર તે કઈ આદતો છે જે તમારા જીવનમાં નકારાત્મક અસર પાડી શકે છે.

ચપ્પલ – જૂતાને ઘરમાં ન ફેલાવવા

ઘરમાં જૂના ચપ્પલ-જૂતા રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, ઘરની સમસ્યાઓ પુરી થવાનું નામ નથી લેતી. આ જ રીતે તમારા ચપ્પલ તેમજ જૂતા ઘરમાં ગમે તેમ પડ્યા હોય તો તેનાથી ઘરમાં કકળાટ ઉત્પન્ન થાય છે અને તમારા આંતરિક સંબંધો ખરાબ થાય છે. જે ઘરમાં જૂતા-ચપ્પલ આમ તેમ પડ્યા રહે છે, ત્યાં શનિનો દુષ્પ્રભાવ પણ ઉભો થાય છે. શનિને પગના કારક માનવામા આવ્યા છે માટે પગ સાથે સંબંધીત કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત રાખવી જોઈએ.

વારંવાર થૂંકવાની આદત બંધ કરો

ઘણા લોકોને વારંવાર થૂકવાની આદત હોય છે. આવું કરવાથી તમારા યશ, સમ્માન અને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. તમારી આ આદતથી બુધ અને સૂર્ય ગ્રહ ખરાબ અસર આપવાની શરૂ કરે છે.

એંઠા વાસણ છોડવા

હંમેશા મહિલાઓ રાત્રે રસોડામાં એંઠા વાસણો તેમની સિંકમાં છોડી દે છે. તમારી આ આદત ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. એ જ રીતે ઘણા લોકોને થાળીમાં હાથ ધોવાની અને એંઠી થાળી ત્યાં જ છોડી દેવાની આદત હોય છે. આ આદત શાસ્ત્ર વિરુદ્ધની છે. આવા લોકો જીવનમાં સફળતા માટે સંઘર્ષ કરતા રહે છે અને તેમના ઘરમાં બરકત નથી આવતી. તેનાથી માનસિક અશાંતી પણ વધે છે. ક્યારેય પણ એંઠા વાસણ છોડવા કે વાસણોને વેરવિખેર ન રાખવા જોઈએ, તમારી આ આદતથી ચંદ્ર તેમજ શનિ ખરાબ અસર આપે છે.

પાણી ન પીવડાવવું

ઘણા લોકોની આદત હોય છે કે ઘરમાં આવેલા મહેમાનને તેઓ પાણીનું પણ નથી પૂછતા હોતા. મહેમાન હોય કે કોઈ પણ તમારા ઘરે આવે તેમને સમ્માનથી સ્વચ્છ પાણી જરૂર પીવડાવવું જોઈએ. જો તમે પણ કોઈને પાણી માટે ન પૂછતા હોવ તો રાહુ ગ્રહ કુપિત થાય છે, જેના પરિણામ સ્વરૂપ ઘર પર અચાનક મોટી મુશ્કેલી આવે છે.

છોડને સુકાવા દેવા

વાસ્તુમાં સુકાયેલા છોડને નિરાશાનું પ્રતિક માનવામા આવે છે, તે તમારી બઢતીમાં અવરોધરૂપ બને છે. જો તમે તમારા ઘરના આંગણામાં છોડ વાવ્યા હોય તો તેમની યોગ્ય સંભાળ લેવી જોઈએ. છોડવાઓને નિયમિત રીતે સવાર-સાંજ પાણી આપવાથી સૂર્ય, બુધ અને ચંદ્ર સંબંધિત મુશ્કેલી દૂર થાય છે. મનમાં નિરાશા પણ દૂર થાય છે અને જીવન તાણ મુક્ત બને છે.

ઘરમાં ફેલાયેલો સામાન

ઘણા ઘરોમાં સામાનને યોગ્ય રીતે તેની જગ્યાએ રાખવામાં નથી આવતો. આવી જ રીતે સવારે જાગ્યા બાદ પથારી તેવીને તેવી મુકી દેવામા આવે છે અને તેને વ્યવસ્થિત કર્યા વગર ફરીવાર રાત્રે તેના પર જ લોકો સુઈ જાય છે. ગંદા તેમજ અસ્તવ્યસ્ત પથારીમાં નકારાત્મક ઉર્જાનું સ્તર વધે છે. જેના કારણે તમારું કામમાં મન નથી લાગતું. આખા ઘરમાં સામાન વેર વિખેર હોવાથી રાહુ અને શનિ પણ ખરાબ અસર આપે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube