છેલ્લા 4 વ્યાપારી સત્રમાં સતત ઘટાડા બાદ સોમવારે શેર બજાર ગ્રીન કલરમાં બંધ થયા. આ દરમિયાન છેલ્લા 4 દિવસોના કરેક્શનમાં કેટલાક સારા સ્ટોક્સની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે લોંગ ટર્મમાં રોકાણ કરવા માગો છો તો અત્યારે કેટલીક કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો થયો છે જે કંપની ફંડામેન્ટલી મજબૂત છે અને બિઝનેસ પણ સારો છે. એવામાં લોંગ ટર્મ માટે આ સ્ટોક્સમાં થોડું થોડું કરીને રોકાણ કરી શકો છો.
માર્કેટ એક્સપર્ટ અને tradeswiftના ડિરેક્ટર સંદીપ જૈનનું કહેવું છે કે બજારમાં હંમેશાં ઘટાડાનો માહોલ રહેતો નથી. ઘટાડાનો સમય રોકાણ માટે એક શાનદાર ચાન્સ પણ હોય છે. તેમનું કહેવું છે કે જો તમે લોંગ ટર્મની બાબતે વિચારી રહ્યા છો તો પછી આ 5 સ્ટોક્સમાં આ ઘટાડા વચ્ચે રોકાણ કરી શકો છે.
ITC: હાલમાં ITCનો સ્ટોક્સ 233 રૂપિયા પર બેઝનેસ કરી રહ્યો છે. લાંબી અવધિ માટે આ સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી શકો છો. આ સ્ટોક હાલમાં જ 265 રૂપિયા સુધી ગયો હતો. જ્યાંથી તે 12 ટકા કરેક્ટ થઈ ચૂક્યો છે. આ કંપની સિગારેટ, FMCG અને હૉટલ બિઝનેસ સાથે જોડાયેલી છે.
TCS: ITની દિગ્ગજ કંપની TCSના શેર હાલમાં લોંગ ટર્મ માટે પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા માટે સારો ચાન્સ છે. સોમવારે TCSના શેર 3491 રૂપિયા પર બંધ થયા. આ સ્ટોકે પણ આ વર્ષે 3989નો ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કર્યો હતો. હાલમાં એ શેર પોતાના હાઈથી પણ લગભગ 15 ટકા નીચે છે.
Pfizer: Pfizerના શેર હાલમાં ઘટાડા વચ્ચે 5000થી નીચે 4999.80 રૂપિયા પર મળી રહ્યા છે. Pfizer કંપનીનો બિઝનેસ ખૂબ જ શાનદાર છે. તે એક ફાર્માસ્યૂટિકલ કંપની છે. આ સ્ટોકનો 52 વીક હાઇ 6175 રૂપિયા છે. જ્યાંથી આ શેર 20 ટકા નીચે મળી રહ્યા છે.
Nestle India: દરેક ઘરમાં નેસ્લેની પ્રોડક્ટ્સનો ઉપયોગ થાય છે. નેસ્લેએ હવે શાનદાર રિટર્ન આપ્યું છે. આ શેર હાલમાં 18,682 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન આ શેર 20,609 રૂપિયા સુધી ગયા હતા. જ્યાંથી લગભગ 20 ટકા ઘટી ચૂક્યા છે.
HDFC Limited: હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે HDFC લિમિટેડના શેર હાલમાં આ ઘટાડા વચ્ચે 2900 રૂપિયામાં મળી રહ્યા છે. એક વર્ષમાં આ શેરે 40 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોકને હાલમાં પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી શકો છો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.