સરકારી ક્ષેત્રની દિગ્ગજ વિજળી ઉત્પાદન કરતી કંપની NTPCએ ચાલુ નાણાકીય વર્ષમાં 100 અબજ યુનિટ વીજળી ઉત્પન્ન કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. NTPC ગ્રુપની કુલ સ્થાપિત ક્ષમતા 62.9 ગીગાવોટ છે. આ પહેલા કંપનીએ હાલમાં એક દિવસમાં સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરવા માટે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.

અગાઉ NTPCએ 28 જુલાઇએ 977.07 મિલિયન યુનિટ (MU) વીજળી પેદા કરી હતી, જે એક જ દિવસમાં સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવી હતી. કંપની કહ્યું કે આમાં તેની સહયોગી કંપનીઓ અને સંયુક્ત સાહસ (જેવી) કંપનીઓનું ઉત્પાદન શામેલ છે.

અગાઉ NTPC પાસે એક દિવસમાં સૌથી વધુ વિજળી ઉત્પન્ન કરવાનો રેકોર્ડ હતો આ રેકોર્ડ કંપનીએ 12 માર્ચ, 2019ના રોજ સ્થાપ્યો હતો. તે દિવસે, કંપનીએ 935.46 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી હતી.

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના (Central Electricity Authority) ડેટા અનુસાર છત્તીસગના કોરબા ખાતે NTPCના પ્લાન્ટ થર્મલ પ્લાન્ટે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. પ્લાન્ટનું સંચાલન એપ્રિલથી જુલાઈ 2020 દરમિયાન 97.42 ટકાના લોડ ફેક્ટર સાથે થયું હતું. NTPC ગ્રૂપની કુલ સ્થાપિત ક્ષમતા 62.9 ગીગાવોટ છે.

આ જૂથના કુલ 70 પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં 24 કોલસાના, 7 સંયુક્ત ગેસ / લિક્વીડ ફ્યુલ, એક હાઇડ્રો અને 13 રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ શામેલ છે.

જૂથની 25 સહાયક કંપની અને સંયુક્ત સાહસ પણ છે. વીજળી મથકમાં બાંધકામ હેઠળ 20 ગીગાવોટથી વધુ ક્ષમતા છે, જેમાં 5 ગીગાવોટ નવીનીકરણીય રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube