એલપીજીના (LPG)ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓઇલ કંપનીઓએ ફરીથી એલપીજી (LPG)ગેસના ભાવમાં વધારો કર્યો છે. તાજેતરના ફેરફારોમાં, 14.2 કિલો ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ 50 રૂપિયા વધારો થયો છે. આ સિવાય 5 કિલો સિલિન્ડર અને 19 કિલો સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. સતત વધતા જતા ભાવો વચ્ચે તમે સસ્તામાં સિલિન્ડર પણ બુક કરાવી શકો છો અને જો તમે નીચે મુજબ સિલિન્ડર બુક કરશો તો તમને 50 રૂપિયા સસ્તો સિલિન્ડર મળશે. જો તમે પણ સિલિન્ડર બુક કરવામાં 50 રૂપિયાનો ફાયદો મેળવવા માંગતા હોય તો તમારે આ રીતે સિલિન્ડર બુક કરાવવો જોઈએ. ચાલો જાણીએ આખી પ્રક્રિયા શું છે અને તમે તેનો લાભ કેવી રીતે મેળવી શકો છો…

શું છે LPG સિલિન્ડરના ભાવ?
15 ડિસેમ્બરે વધારા પછી, દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 694 રૂપિયા થયો છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં 15 દિવસમાં આ બીજો વધારો છે. આ સિવાય 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 36 રૂપિયા વધી છે. નવી કિંમતો 15 ડિસેમ્બરથી અમલમાં છે. અગાઉ ઓઇલ કંપનીઓએ 3 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો હતો. હવે ફરી એક વખત 50 રૂપિયાનો વધારો થયો છે.

50 રૂપિયાનો લાભ કેવી રીતે મળશે
સસ્તામાં સિલિન્ડર ખરીદવા માટે, તમારે સિલિન્ડર બુક કરવાની રીત બદલવી પડશે. આ માટે, તમારે તમારો એલપીજી સિલિન્ડર એમેઝોન પે દ્વારા બુક કરાવવો પડશે અને આમ કરવાથી તમને 50 રૂપિયાનું કેશબેક મળશે. આ કરવા માટે, તમારે પહેલા એમેઝોન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, આ કર્યા પછી તમે એપ્લિકેશનમાં એલપીજી સિલિન્ડર બુક કરવાના વિકલ્પ પર જાઓ, જ્યાં તમે જોશો કે તમને 50 રૂપિયાના કેશબેકનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો, એજન્સી, સિલિન્ડર કંપની જેવી માહિતી ભરો અને ચુકવણી કરો, તે પછી તમને 50 રૂપિયાનું કેશબેક મળશે, જેનો ઉપયોગ તમે ભવિષ્યમાં કોઈપણ સમયે કરી શકો છો.

કોને ફાયદો થશે?
એલપીજી બુક કરાવીને 50 રૂપિયાનો લાભ મેળવવા માટે, તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાની ચુકવણી કરવી પડશે, જે એક સિલિન્ડરની કિંમતમાં પૂર્ણ થાય છે. આ સાથે, તમે ફક્ત 1 જાન્યુઆરી 2021 સુધી આ ઑફરનો લાભ લઈ શકો છો, આ પછી તમને આ લાભ મળશે નહીં. ઉપરાંત, આ ઑફર તે ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે, જેઓ પ્રથમ વખત એમેઝોન પે દ્વારા તેમના એલપીજી સિલિન્ડર બુક કરશે. આ સિવાય, આ ઑફરનો લાભ ફક્ત એક જ વાર મેળવી શકાય છે અને તમને ત્રણ વર્કિંગ ડેની અંદર કેશબેક મળે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.