ટૈરો રાશિફળ : વૃષભ રાશિના જાતકોની આવકમાં થશે વધારો, રાશિ અનુસાર કરો આ ઉપાય

મેષ – આજનો દિવસ ખર્ચ કરવાનો દિવસ હોય શકે છે. પૈસાની ખોટ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય માટે સાવધાન રહેવું. વધારે ભીડથી દૂર રહો. કોઈને મળવાથી નકારાત્મક વિચારો આવી શકે છે સાવધાન રહો.

ઉપાય: પાણીમાં એક ચપટી હળદર લો અને પછી તેનાથી સ્નાન કરો.

વૃષભ- આવક વધશે. ધંધામાં લાભ થશે અને મિત્રો સાથેના સામાજિક સંબંધો મજબૂત બનશે. પ્રવાસ પર પણ જઈ શકો છો. નવો ધંધો શરૂ કરવાથી લાભ મળશે.

ઉપાય: પૂજામાં પીળા ચોખાનો ઉપયોગ કરો.

મિથુન – આજનો દિવસ સારો રહેશે. માન-સન્માન વધશે. ધંધામાં તમને સફળતા પણ મળશે. પૈસા આવશે. નવા કામ કરવામાં લાભ થશે.

ઉપાય: તુલસીમાં કાચુ દૂધ ચઢાવો.

કર્ક – ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. ઘરે કોઈ શુભ કાર્ય થઈ શકે છે. સારા સમાચાર મળી શકે છે. ધનથી લાભ મળી શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું.

ઉપાય: વિષ્ણુ ભગવાનની પૂજા કરો.

સિંહ – આજનો દિવસ સારો છે. આ રાશિવાળા લોકોએ જાપ કરીને દાન કરવું જોઈએ. સારા વિચારો ધ્યાનમાં રાખો. નકારાત્મક વિચારો ટાળો. જો તમે નવા લોકોને મળતા હોય તો નકારાત્મક વિષયોની ચર્ચા કરશો નહીં.

ઉપાય: શ્રીહરિની પૂજા કરો.

કન્યા – આજનો દિવસ ખૂબ શુભ છે. ધંધામાં પ્રગતિ થશે. સામાજિક સંબંધોમાં સુધારો થશે. પૈસા આવશે. નવી જગ્યાએ મુસાફરી કરી શકો છો. કોર્ટના કામોમાં સફળતા મળશે.

ઉપાય: ઓમ નમ: શિવાય મંત્રનો જાપ 108 વાર કરો.

તુલા – આજે તમને કાર્યમાં સફળતા મળશે. તેમને વાણીમાં સંયમ અને ખર્ચને નિયંત્રિત કરવાની જરૂર છે. નવી વસ્તુઓ ન ખરીદો. સ્વાસ્થ્ય માટે સાવધાન રહેવું.

ઉપાય: લક્ષ્મી-નારાયણને લાડુ ચઢાવો.

વૃશ્ચિક – આજે પૈસાના રોકાણમાં સાવધાન રહેવું જોઈએ. બાળકો વિશે ચિંતા થઈ શકે છે. મુસાફરી કરવી લાભકારી નહીં હોય. મંત્ર જાપ અને ગીતાનો પાઠ કરો.

ઉપાય: કપાળ પર તિલક લગાવી કામ પર જાઓ.

ધન – પરિવારમાં વાણી પર સંયમ રાખવાની જરૂર છે. મનમાં પરેશાની રહેશે. પૈસાની ખોટ અને ખર્ચ થવાની સંભાવના રહેશે. પ્રિયજનો સાથે વ્યવહાર કરવામાં સંયમ રાખો. ગુસ્સો ટાળો.

ઉપાય: ઈષ્ટ દેવના મંત્રનો જાપ કરો.

મકર – આજનો દિવસ સારો રહેશે. ઉદ્યોગપતિઓ માટે સમય અનુકૂળ છે. નવા કામની શરૂઆત કરવામાં આનંદ થશે. કોર્ટ સંબંધિત કામમાં તમને સફળતા મળશે.

ઉપાય: ઈષ્ટ દેવ સામે ઘીનો દીવો પ્રગટાવો.

કુંભ – અનિશ્ચિતતાની સ્થિતિમાં રહેશો. વાણી ઉપર સંયમ રાખો અને બિનજરૂરી ખર્ચ ટાળો. પરિવારમાં પરેશાની રહેશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવધાન રહેવું. બાળકોને બહાર મોકલશો નહીં.

ઉપાય: ॐ નમ: શિવાય મંત્રનો જાપ કરો.

મીન – આજનો દિવસ સારો રહેશે. ધાર્મિક પ્રવાસ થશે. મિત્રો સાથેના સંબંધોમાં સુધારો થશે. ઘરમાં શાંતિ રહેશે. મનમાં ઉત્સાહ રહેશે. તેજ સમયે કોઈપણ નવા અને સારા સમાચારો મળશે.

ઉપાય: મધ મિશ્રિત પાણીથી સ્નાન કરો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube