આ રહ્યો ઉપાય, જો કોઈ ઉછીના લઇ ગયેલા પૈસા પાછા નથી આપતું

પૈસા, ધન અને સંપત્તિ… જીવનની એવી જરૂરિયાતો છે જેના વગર આપણું જીવન ખરેખર અટકી જાય છે. ભલે ને કોઈ એમ કહેતું હોય કે ખાલી પૈસાથી જ જીવી નથી શકાતું. પણ, સત્ય એ પણ છે કે પૈસા વગર પણ જીવી તો નથી જ શકાતું. જીવન જીવવા માટે ધનની જરૂર દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે તો પડે જ છે. આપણી આસપાસ રહેલા દરેક વ્યક્તિ ધન કમાવા માટે જ તો રાતદિવસની આ દોડધામ કરે છે.

ઘણા લોકોને મહેનત કરતા હોવા છતાં પોતે કરેલી અથાગ મહેનતનું ફળ નથી મળતું. આ કારણો સર એમના જીવનમાં પણ પૈસાની કમી રહે છે. તેઓ પોતાનું જીવન અન્ય લોકોની જેમ ખુશીથી જીવી શકતા નથી. કદાચ આ જ એ કારણ છે જેથી એમને લોકો પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે.

જો તમારા જીવનમાં પણ સતત ધનની કમી રહેતી હોય અથવા તો કોઈ નાણા ઉધાર લઈ જાય પછી પરત આપવાનું નામ પણ ન લેતું હોય તો નીચે મુજબના ઉપાય કરીને જીવનમાં ધન પ્રાપ્ત કરી શકાય છે.

– એક લાલ પોટલી બનાવીને તેમાં થોડા ઘઉં અને કેસરના તાંતણા ઉમેરી મંદિરમાં મૂકી દો. બીજા દિવસે જ્યારે લોટ દળાવો ત્યારે આ પોટલીની સામગ્રી અને તેમાં 11 તુલસીના પાન ઉમેરી લેવા. ત્યારબાદ આ લોટને ઘરમાં ઉપયોગમાં લેવાથી ઘરમાં બરકત રહે છે. ખાસ ધ્યાન રાખવું કે આ લોટ શનિવારે દળાવવો જોઈએ.

– પોતાનું મકાન બનાવવા ઈચ્છતા વ્યક્તિએ દર શુક્રવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ અને રવિવારે ગાયને ગોળ પણ ખવડાવવો જોઈએ. આમ નિયમિત કરવાથી ઘરની સંપત્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત જાતકે સવારે સ્નાન કર્યા પછી ‘ઓમ પદ્માવતી, પદ્મ કુશી, વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ’ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.

– કોઈ પણ સંબંધીને જો તમે ધન આપેલું હોય અને એ ધન હવે પાછું ન મળતું હોય, તો 21 સફેદ કોડીને પીસીને તેનું ચૂરણ બનાવીને તેના દરવાજા બહાર વેખરી દેવું જોઈએ. આ ઉપાય 43 દિવસ સુધી કરતા રહેવાથી ધન પરત મળી જશે.

– શનિવારના દિવસે પીપળાના ઝાડનું એક પત્તું તોડી એની ધૂપ દીપ સાથે પૂજા કરીને તમે જે સ્થાન પર બેસતા હોય ત્યાં નીચે રાખી દેવું. આ ઉપાય સાત શનિવાર સુધી કરતા રહેવાથી તમારી બઢતી થશે અને લાભ મળશે. જ્યારે સાત પત્તા એકત્ર થઈ જાય ત્યારે તેને નદીમાં વહાવી દેવા જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube