આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પક્ષીની કહાની ખુબ વાયરલ થઈ રહી છે. આ કહાની જાણીને તમને પણ આશ્વર્ય થશે.
થોડા દિવસો અગાઉ એક વાઘની કહાની લોકોમાં ચર્ચાનો વિષય બની હતી, જેમાં તે પોતાના જીવનસાથીની શોધમાં હજારો કિલોમીટરની મુસાફરી કરી હતી. તાજેતરમાં આવી જ એક પક્ષીની (Bird) કહાની લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ પક્ષીએ 239 કલાકમાં 13,000 કિમીની સફર કરી છે.
પક્ષીએ નોનસ્ટોપ અલાસ્કાથી ઓસ્ટ્રેલિયા સુધીની સફર કરી
સામાન્ય રીતે પક્ષી માટે આટલા કિલોમિટરની સફર કરવી સામાન્ય વાત છે, પરંતુ જો આ સફર કોઈ પણ બ્રેક વિના કરવામાં આવે તો ? સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલી કહાનીમાં કંઈક આવુ જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેટ પર IFS ઓફિસર રમેશ પાંડેએ ટ્વિટ પર આ પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. તેણે ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યુ કે, બાર-ટેઈલ ગોડવિટે બ્રેક વિના 13,000 કિમીની મુસાફરી કરી.
મળતી માહિતી મુજબ આ પક્ષીએ અલાસ્કાથી ઓસ્ટ્રેલિયા (Australia) સુધીનો પ્રવાસ કર્યો હતો. આ પરાક્રમ દ્વારા પક્ષીએ એક રેકોર્ડ પણ બનાવ્યો, કારણ કે અત્યાર સુધી કોઈ પક્ષી આટલું અંતર સુધી સતત ઉડ્યું નથી. આ પક્ષીની તસવીરો Geoff White/Adrien Riegen ને કેપ્ચર કરી છે.
આ પક્ષીનું આ પરાક્રમ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે પક્ષીના વખાણ કરતા લખ્યું કે, ‘કુદરતની કળા.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘મને ખબર ન હતી કે પક્ષીઓ આરામ કર્યા વિના આટલું બધું ઉડી જાય છે..’ આ તસવીર અને પક્ષીની કહાની હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.