આ મોર PM Modi ના ખાસ મિત્રો, રસપ્રદ Video શેર કરી પ્રકૃતિ પ્રેમનો આપ્યો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી કવિતા પોસ્ટ કરી છે. કવિતાની સાથો સાથ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં પીએમ મોદી મોરની સાથે દેખાઇ રહ્યા છે. તેમાં મોદી સવારના સમયગાળા દરમ્યાન મોરને દાણા ખવડાવતા દેખાઇ રહ્યા છે.

તસવીરોમાં દેખાતા મોર મોદીના સવારના સાથી હોય છે. પીએમ મોદી નિયમિત વોકિંગ કર્યા બાદ મોરને દાણા ખવડાવે છે. આ પીએમ મોદીની દિનચર્યામાં સામેલ છે તેમની તસવીરો સામે આવી છે.

વીડિયોમાં વડાપ્રધાનના લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી આવાસ અને તેમના કાર્યાલય સુધીની ગતિવિધિઓને જોઇ શકાય છે.

 

પીએમ મોદીએ ઇંસ્ટાગ્રામ પર એક કવિતા શેર કરી

ભયો ભયો, બિન શોર,
મન મોર, ભયો વિભોર,
રગ-રગ હૈ રંગા, નીલા ભૂરા શ્યામ સુહાના,
મનમોહક, મોર નિરાલા.

રંગ હૈ, પર રાગ નહીં,
વિરાગ કા વિશ્વાસ યહી,
ન ચાહ, ન વાહ, ન આહ,
ગૂંજે ઘર-ઘર આજ ભી ગાન,
જિયે તો મુરલી કે સાથ
જાય તો મુરલીધર કે તાજ.

જીવાત્મા હી શિવાત્મા,
અંતર્મન કી અનંત ધારા
મન મંદિર મેં ઉજિયારા સારા,
બિન વાદ-વિવાદ, સંવાદ
બિન સુર-સ્વર, સંદેશ
મોર ચહકતા મૌન મહકતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube