Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી,તમે પણ ઘર બેઠા કરી લ્યોદર્શન…

જામનગર જીલ્લામાં આવેલ હાથલા છે શનિદેવનું જન્મસ્થળ

અમદાવાદઃ સૌરાષ્ટ્રના દ્વારાકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દ્દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે. લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે. અહીં અંદાજે 6-7 સદીનાં મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.

બાળ શનિદેવનું પ્રાચીન સ્વરુપ

આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હૈયાત છે. પ્રાચિન શનિકુંડમાં અંદર ઉતરવા માટે પગથિઓ બાંધવામાં આવી છે. આ મંદિરનો બાંધણી કાલ જેઠવાઓના ઘુમલી રાજ્ય પહેલા મૈત્રકકાલીન માનવામાં આવે છે.

હાથલાનો ઇતિહાસ

હાલના બરડા ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારનું પ્રાચિન નામ બટુકાચળ અને પીપ્પલાવન હોવાનું શાસ્ત્રોમાં જાણવા મળે છે. તેમજ હાથલાનો ઉલ્લેખ પ્રાચિન સમયમાં હસ્તિનસ્થલ અને મધ્યકાળમાં હસ્થથલ તરીકે જોવા મળે છે. આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે. હાથલાના અવશેષો 1500 વર્ષથી પણ જૂના છે.

શનિદેવના 10 નામ

-10-

શાસ્ત્રોક રીતે શનિદેવનાં દશ સ્વરુપ છે. જેના દશ વાહનો અને દશ પત્નીઓ છે. જેમાં એક નામ છે પિપ્લાશ્રય જે સ્વરુપમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. આ સ્વરુપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર જોવા મળતા નથી. જેથી હાથલા જ પૈરાણિક હસ્તિનસ્થલ હોવાનું ઇતિહાસકારો માને છે.

સ્વરુપ અનુસાર શનિદેવની કૃપા

શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. જેથી જે વ્યક્તિ કે દેવ જેવા કર્મ કરે છે તે દરેકને શનિદેવ કર્મ પ્રમાણે ફળ આપે છે. જેના કારણે દરેકને તેમનાથી બીક લાગે છે.

બહેન તાપી છે શનિદેવની પ્રિય

શનિદેવ સૂર્ય અને દેવી છાયાના પુત્ર છે. તેમને યમરાજ, યમુના અને તાપીના મોટા ભાઈ કહેવાયા છે. આ જ કારણ છે કે યમુના સ્નાનથી યમરાજ પ્રસન્ન થાય છે તેમ તાપી સ્નાનથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કઠોર દ્રષ્ટી દૂર થાય છે.

શનિદેવે મુગદ્લ ઋષીને આપ્યું હતું વરદાન

પ્રાચિન સમયમાં મુગદ્દલ શ્રૃષિ આ સ્થળે ઘણો સમય રહ્યા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કર્યા હતા. ત્યારે હાથી પર સવાર સુખ, શાંતિ, સમૃદ્ધિના શનિદેવે તેમને આશિષ આપતા કહ્યું હતું કે જે પણ વ્યક્તિ મામા અને ભાણેજ સાથે મળીને અહીં દર્શન કરવા આવશે તેમને મારી કઠોર દ્રષ્ટીના તાપમાંથી મુક્તિ મળશે.

શનિ શિંગડાપુર ખાતે પણ છે હાથલાનો ઉલ્લેખ

મહારાષ્ટ્રના શિંગડાપુરમાં આવેલ પ્રખ્યાત શનિ મંદિરના પુસ્તકમાં પણ શનિદેવના મુખ્ય સ્થાન તરીકે સૌરાષ્ટ્રમાં આવેલ હાથલાનો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળ જામનગર જીલ્લાના ભાણવડ તાલુકામાં ભાણવડ ગામથી 20 કિમી દૂર આવેલ છે.

પનોતી દેવીનું મંદિર

હાથલામાં શનિદેવના પ્રાચીન મંદિર સાથે તેમની પત્નિ પનોતી દેવીનું પણ પ્રચીન મંદિર આવેલું છે. જેથી અહીં આવેલ કુંડમાં મામા અને ભાણેજ સાથે સ્નાન કરી પૂજા વિધિ કરે તેમને ક્યારેય જીવનમાં શનિદેવની પનોતી નડતી નથી. આ કારણે જ અહીં આવતા લોકો પોતાના પગરખા પણ મંદિરે જ છોડી દે છે. પ્રાચીન માન્યતા છે કે પનોતી રુપી પગરખાને મંદિરે ઉતારી દેવાથી પનોતી તે વ્યક્તિના જીવનમાં પરત આવતી નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જો તમારા ઘરમાં હશે આ 8 વસ્તુઓ, તો હંમેશા રહેશે તિજોરી ભરેલી અને વાસ્તુદોષ આપોઆપ જ થઇ જશે દૂર

Nikitmaniya

Rashifal:- 28.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya

ટૈરો રાશિફળ : જૂની ચિંતાઓમાંથી મુક્તિ મળવાની છે, નવા પ્રોજેક્ટ પણ મળી શકે છે

Nikitmaniya