ક્રિસ્ટીના 16 આયા પર દર વર્ષે 96,000 ડોલર એટલે કે 72,08,265 રૂપિયા ખર્ચો કરે છે
અત્યારના સમયમાં મોટાભાગના લોકો ‘બાળકો તો બે જ સારા’ તેના પર વધારે વિશ્વાસ કરે છે, પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેઓ આ વાત પર વિશ્વાસ નથી કરતા. જ્યોર્જિયામાં રહેતી એક મહિલા પણ આ લોકોમાં સામેલ છે. આ મહિલા માત્ર 24 વર્ષની ઉંમરમાં 21 બાળકોની માતા બની ગઈ છે.
બાળકો તો બે જ સારા’, જ્યોર્જિયાની રહેવાશી ક્રિસ્ટીના ઓઝટર્ક તેના પર જરાય વિશ્વાસ કરતી નથી. તેથી તેને માત્ર 24 વર્ષની ઉંમરમાં તે 21 બાળકોની માતા બની ગઈ છે. એટલું જ નહીં તેને પોતાના 21 બાળકોને સંભાળવા માટે 16 આયાને પણ કામ પર રાખી છે. તેના મહિલાના પતિને મોટી રકમ ચૂકવવી પડે છે.
અત્યાર સુધી આટલો ખર્ચો થઈ ચૂક્યો છે
ડેઈલી મેલના રિપોર્ટના અનુસાર, ક્રિસ્ટીના ઓઝટર્ક જ્યોર્જિયાના કરોડપતિ વ્યક્તિ ગેલીપની પત્ની છે. ઓઝટર્ક દંપતીએ ગત વર્ષ માર્ચ અને તે જ વર્ષે જુલાઈ વચ્ચે સરોગેટ્સ દ્વારા માતા પિતા બનવા માટે 142,000 પાઉન્ડ એટલે કે 1,46,78,156 રૂપિયા ખર્ચો કર્યો. બંનેનું કહેવું છે કે પૈસાથી તેમને એ ખુશી મળી, જે હંમેશાં તેમની સાથે રહેશે.
24 કલાક ઘરમાં રહે છે આયા
મૂળ રીતે રશિયાની ક્રિસ્ટીના ઘરમાં રહેતી 16 આયા પર દર વર્ષે 96,000 ડોલર એટલે કે 72,08,265 રૂપિયા ખર્ચો કરે છે. આ તમામ આયા બાળકોની દેખભાળ માટે 24 કલાક કામ કરે છે. તેથી આ આયાનો ખર્ચો પણ ક્રિસ્ટીના અને તેના પતિને ઉઠાવવો પડે છે. ક્રિસ્ટીનાના પતિને પહેલી પત્નીથી બે બાળકો છે. બધા મળીને એક જ ઘરમાં એક છત નીચે 23 બાળકો રહે છે.
ક્રિસ્ટીના ભારપૂર્વક કહે છે કે તે એક વ્યવહારીક માતા છે. તેણે કહ્યું, હું દરેક સમયે બાળકો સાથે રહુ છું, એક માતા જે કરે તે બધું જ કરું છું. અંતર ફક્ત બાળકોની સંખ્યાનું છે. પ્રત્યેક દિવસ અલગ હોય છે, સ્ટાફ શિડ્યુઅલની યોજનાથી લઈને મારા પરિવાર માટે ખરીદી સુધી બધું હું કરુ છું. ક્રિસ્ટીના ઈન્સ્ટાગ્રામ પર તેના રોજિંદા જીવન અંગે જાણકારી શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને અંદાજે 1,60,000 લોકો ફોલો કરે છે. તે પોતાના વીડિયોમાં મોટાભાગે બાળકોનું ભોજન તૈયાર કરવા અને તેમની સાથે રમતી જોવા મળે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.