મિત્રો, હાલના સમયમા ચોરીના બનાવો વધી રહ્યા છે. આપણને ખ્યાલ પણ ન હોય અને બાજુવાળાના ઘરે ચોરી થઈ જાય એવુ પણ બને. તો હાલ તમને વાત કરીએ એક તીજોરિની. આ તીજોરી કઈ બે કા પાંચ કિલોની નહી પરંતુ પુરા ૨૦૦ કિલોની હતી. પુણેની સીવિંગ વર્લ્ડ નામની ચાર માળની ઈમારત માંથી ૨૦૦ કિલોગ્રામની તિજોરી અદ્રશ્ય થઈ હતી. ચોરી કરનારા તેને શેરડીની વાડમાં ખોલવાની મહેનત કરી રહ્યા હતા. આ જ સમયે, આ વાડનો માલિક ત્યાં આવી ચડ્યો હતો તથા તમામ ચોરોએ તે વ્યક્તિને નિહાળીને ૨૦૦ કિલોગ્રામ વજન ધરાવતી આ તિજોરી મુકી ત્યાથી પલાયન થયા હતા. ત્યાર પછી આ વાડના માલિકે આ વિશે નજીકના પોલીસ સ્ટેશનને માહિતગાર કર્યા.
ગુરુવારે રાત્રિએ ત્રણ વાગ્યાના અરશામા પુણેના કોથરુદ નામ ના સ્થળમાં સીવણ વર્લ્ડ નામની કાપડની મોટી દુકાનમાંથી એક મસમોટી તિજોરી ચોરાઈ ગઈ હતી. આ કેસમાં પુણેના કોથરુદ પોલીસ થાણામાં કેસ નોંધાયેલ હતો. પોલીસના કહ્યાનુસાર તિજોરી સાત થી આઠ અજાણ્યા વ્યક્તિઓએ ચોરી કરી પોતાની સાથે લઈ ગયા હતા. પુણે સોલાપુર ધોરીમાર્ગ પાસે ભંડગાંવ ગામના શેરડીની વાડમાં તિજોરી ખોલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. તે જ સમયે, વાડનો માલિક ગણેશભાઈ પારેજ ત્યાં આવી ચઢ્યો, ચોર તિજોરીને ત્યા મુકીને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ગણેશભાઈ પારજે તરત જ પુણેના રૂરલ પોલીસને આ વિશે માહિતગાર કર્યા.
પુણેના કોથરુદ પોલીસ સ્ટેશનના વડા ટેમ્બેએ કહ્યુ હતું કે ૨૦૦ કિલોગ્રામ વજનની તિજોરી થોડાક દિવસો પૂર્વે પૂનાની સીવિંગ વર્લ્ડ નામની કાપડની મોટી દુકાનમાંથી ચોરી થઈ હતી. તિજોરીનું વજન ૨૦૦ કિલોગ્રામ હોવાથી ચોરી કરનારાઓ તેને ત્યાં છોડીને પલાયન થઈ ગયા હતા. વાડના માલિકે પોલીસને તે અંગે માહિતગાર કરતા પોલીસ ઘટનાસ્થળે પહોચીને આ તિજોરીને બહાર લાવી હતી. આ અંગે કોથરુદ પોલીસે આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો છે. તિજોરી પ્રાપ્ત થયા પછી તેમાથી ૧.૩૬ લાખ રૂપિયા મળ્યા હતા. આ તિજોરીના સંપૂર્ણ દસ્તાવેજો ખરાઈ કર્યા બાદ જ દુકાનદારને પરત કરવામાં આવશે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ