આ મુશ્કેલીના સમયમાં સુરક્ષા તરફ પગલા લેવા જરૂરી બની ગયા છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સસ્તા પ્રીમિયમ વાળી સ્કીમ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)નો લાભ લો અને પોતાના પ્રિયજનોની સુરક્ષા સુનિશ્વિત કરો. નાણા મંત્રાલયે ટ્વીટ કરી PMJJBY વિશે જાણકારી આપી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. રોકાણ બાદ જો વ્યક્તિનું મોત થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે.
PMJJBY 1 જૂનથી 31મેના આધારે ચાલે છે. આ સ્કીમ્સનો લાભ લેવા માટે બેન્ક એકાઉન્ટ હોવુ જરૂરી છે. બેન્ક એકાઉન્ટ બંધ થવા અથવા પ્રીમિયમ કપાવાના ટાઇમ પર ખાતામાં પૂરતુ બેલેન્સ ન હોવાથી વીમો રદ્દ થઇ શકે છે. મોદી સરકારે 9મે 2015એ PMJJBYની શરૂઆત કરી હતી.

PMJJBYની ખાસિયતો
>>આ સ્કીમ 55 વર્ષ સુધીની ઉંમર સુધી લાઇફ કવર આપે છે.
>> કોઇપણ કારણે વીમો કરાવનારનું મોત થાય તો તેના નોમિનીને 2 લાખ રૂપિયાની રકમ મળે છે.
>> 18થી 50 વર્ષ સુધીની ઉંમરનો નાગરિક આ યોજનાનો લાભ લઇ શકે છે.
>> PMJJBYનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયા છે.
>> જો કોઇ વર્ષની વચ્ચે PMJJBY સાથે જોડાય તો પ્રીમિયમ અમાઉન્ટ એપ્લીકેશનની તારીખના આધારે નક્કી થશે, પૈસા કપાવાની તારીખના આધારે નહી.

નિયમો અને શરતો
>> એક વ્યક્તિ PMJJBY સાથે એક વીમા કંપની અને એક બેન્ક એકાઉન્ટ સાથે જ જોડાઇ શકે છે.
>>સ્કીમને અધવચ્ચે છોડનાર વ્યક્તિ વાર્ષિક પ્રીમિયમની ચુકવણી કરી અને સારા સ્વાસ્થ્યની સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડેક્લેરેશન જમા કરીને તેની સાથે ફરીથી જોડાઇ શકે છે.
>> PMJJBYનો ક્લેમ હાંસેલ કરવા માટે વીમો લેનાર નોમિનીએ તે બેન્ક બ્રાન્ચનો સંપર્ક સાધવાનો છે, જ્યાં વીમિત વ્યક્તિનું એકાઉન્ટ છે. ક્લેમ પ્રાપ્તિ માટે વીમિત વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર અને એક ક્લેમ ફોર્મ જમા કરવાનું હોય છે. પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ ક્લેમની રકમ નોમિનીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે.
>>વીમિત વ્યક્તિના 55 વર્ષના થયા બાદ વીમો આપમેળે પૂરો થઇ જશે.
>>આ એક પ્યોર ટર્મ ઇન્શ્યોરન્સ પોલીસી છે, પરિણામે તે ફક્ત મૃત્યુ જ કવર કરે છે.
>> તેમાં કોઇ મેચ્યોરિટી બેનિફિટ, સરેન્ડર વેલ્યૂ વગેરે પણ નથી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.