આ ગીત માટે કરિશ્મા કપૂરે ૩૦ વાર બદલ્યા હતા કપડા, થઇ ગઈ હતી બેહાલ

કરિશ્મા કપૂર ૯૦ ના દશકની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. એમની પહેલી ફિલ્મ ‘પ્રેમકૈદી’ હતી. એ સમયની સૌથી શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રી હતી. ગોવિંદા સાથે એમની જોડી સૌથી વધારે પ્રખ્યાત હતી. પણ લગ્ન કર્યા પછી કરિશ્માએ બોલીવુડને જાણે કે અલવિદા કહી દીધું. જોકે, વચવચમાં એ કેટલીક ફિલ્મ અને ટીવી શો માં જોવા મળી.

પોતાના કરિયરમાં એકથી એક ચડિયાતી હીટ ફિલ્મો આપનારી કરિશ્મા સુનીલ શેટ્ટી સાથે વર્ષ ૧૯૯૬ માં ફિલ્મ ‘કૃષ્ણા’ માં જોવા મળી હતી. ફિલ્મનું એક ગીત ‘જાન્જરીયા’ ઘણું હીટ થયું હતું. આ ગીતના માત્ર મ્યુજિક અને શબ્દો સારા હતા એટલું જ નહિ, પણ કરિશ્મા અને સુનીલની જબરદસ્ત એક્ટિંગએ એને એક અલગ જ લેવલ પર પહોચાડી દીધા હતા.

વાયરલ થયો જૂનો ઇન્ટરવ્યુ


આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક જુનો વિડીયો ઘણી તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ ઈન્ટરવ્યુંમાં કરિશ્મા જાન્જરીયાના ફીમેલ વર્જનને લઈને એક ખુલાસો કરતી દેખાઈ રહી છે. કરિશ્મા મુજબ, એમણે ફક્ત કપડા બદલ્યા, અને સાથે જ પોતાનો મેકઅપ પણ બદલાવ્યો.

૩૦ વાર બદલવા પડ્યા કપડા

કરિશ્મા કહે છે,’ સુપરહિટ સોંગ જાન્જરીયા મેલ અને ફીમેલ બે વર્જનમાં ફિલ્માવાયું હતું. જ્યાં મેલ વર્જનનું શુટિંગ ૫૦ ડીગ્રીના તાપમાનવાળા રણમાં થઇ હતી, તો ફીમેલ વર્જનને મુંબઈમાં જ ફિલ્માવાયું હતું. રેગીસ્તાનમાં શુટિંગના સમયે અમારે રેતીમાં ડાન્સ કરવો પડ્યો હતો. પણ સમસ્યા તો ત્યારે થઇ જયારે શુટિંગ સમયે રેતી ઉડીને અમારી આંખોમાં આવી રહી હતી. અમે જયારે ફીમેલ વર્જનનું શુટિંગ શરુ કર્યું તો મને અહેસાસ થયો કે ગીતના શુટિંગ દરમિયાન ૩૦ વાર આઉટફીટ બદલ્યા હતા.

૨૦૦૩ માં કર્યા હતા લગ્ન


કરિશ્મા એ વર્ષ ૨૦૦૩ માં દિલ્લી બેસ્ડ બિજનેસમેન સંજય કપૂરે પોતાના જીવનસાથીના રૂપમાં પસંદ કર્યા હતા. લગ્નના થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવની ખબરો આવવા લાગી. પરિણામે એમના લગ્ન થોડા જ વર્ષોમાં તૂટી ગયા. કરિશ્માએ સંજય પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો અને વર્ષ ૨૦૧૨ માં સંજયથી છૂટાછેડા લઇ લીધા.

સંજયથી છૂટાછેડા લીધા પછી જ્યાં સંજય કપૂરે પ્રિય સચદેવા સાથે લગ્ન કર્યા, તો કરિશ્મા આજે પણ સિંગલ છે. જોકે, વચ વચમાં કરિશ્માનું નામ સંદીપ તોષનીવાલ સાથે જોડાઈ રહ્યું છે. ખબરોનું માનીએ તો એકબીજાને ડેટ કરી રહ્યા છે, પણ કરિશ્મા અત્યારે આ સંબંધને છુપાવીને રાખવા ઈચ્છે છે. સંદીપ કરિશ્માના ઘરે થતા પ્રોગ્રામમાં ણ હાજરી આપે છે.

મેન્ટલહુડથી કર્યું કમબેક

વાત કરીએ વર્ક ફ્રન્ટની તો ઘણા સમયથી કરિશ્મા મોટા પડદે દેખાઈ નથી. પણ હાલમાં જ એમણે ZEE ૫ ની વેબસીરીજ ‘મેન્ટલહુડ’ થી નાના પડદે વાપસી કરી છે. કરિશ્માનું કમબેક ફેન્સને ઘણું ગમ્યું અને લોકોએ એમના અભિનયને વખાણ્યું. જણાવી દઈએ, કરિશ્માના નામે હીરો નં ૧, જુબૈદા, ફિજા, દિલ તો પાગલ હે, રાજા હિન્દુસ્તાની , હસીના માન જાયેગી, કુલી નંબર ૧, અંદાજ અપના અપના, બીવી નંબર ૧, જીત, જુડવા, ગોપી કિશન, રાજા બાબુ, હમ સાથ સાથ હે, સહીત ઘણી હીટ ફિલ્મો સામેલ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube