Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Sarkari Yojana

કામની વાત/ ફક્ત આ 3 ડોક્યુમેન્ટ્સથી ફ્રીમાં બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, ઓછા વ્યાજ દરે મેળવો 3 લાખની લોન

મધ્ય પ્રદેશના રાયસેનમાં શુક્રવારે આયોજિત કિસાન મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) બધાને મળતુ ન હતુ. પરંતુ તેની સરકારે નિયમોમાં બદલાવ કરીને આવું શક્ય બનાવ્યુ છે. સરકારે કોરોના કાળમાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) બનાવવાના નિયમો પણ હળવા બનાવ્યા છે. ફક્ત ત્રણ ડોક્યુમેન્ટ્સ પર જ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) બની જશે. તેના માટે બેન્ક પીએમ કિસાન સમ્માન નિધિનો પણ ડેટા ઉપયોગમાં લઇ શકે છે. અરજી કર્યાના 15 દિવસમાં જ KCC જારી થઇ જશે.

પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવનાર ખેડૂતોએ પ્રોસેસિંગ ફી, ઇંસ્પેક્શન અને લેઝર ફોલિયા ચાર્જ ચુકવવો પડતો હતો. સરકારે હવે આ ચાર્જ હટાવી દીધા છે. તેમાં 3 લાખ રૂપિયાની લોન મળે છે. પહેલા ગેરેન્ટી વિના 1 લાખ રૂપિયાની લોન મળતી હતી જેને વધારીને 1.60 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

કિસાન

કોણ બનાવી શકે છે KCC

>> ખેતી સાથે સંબંધિત કોઇ પણ શખ્સ પછી તે પોતાના ખેતરમાં ખેતી કરતો હોય કે કોઇ બીજાની જમીન પર, KCC બનાવડાવી શકે છે.

>> KCC  માટે અરજી કરનાર વ્યક્તિનો લોન પીરિયડ પૂરો થવા સુધી લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 75 વર્ષ હોવી જોઇએ.

>> 60 વર્ષથી વધુની ઉંમરના અરજદાર માટે એક સહ-અરજદાર હોવો જરૂરી છે. તે અરજદારનો નજીકનો સંબંધી હોઇ શકે છે. સહ-અરજદારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.

કિસાન

KCC માટે જરૂરી દસ્તાવેજ

>> KCC માટે અરજદાર પાસે અલગ-અલગ બેન્ક અલગ-અલગ ડોક્યુમેન્ટ્સ માંગે છે. પરંતુ કેટલાક બેસિક ડોક્યુમેન્ટ્સ અરજદાર પાસે હોવા જરૂરી છે.

>> તેમાં આઇડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ હોવા જોઇએ.

>>આ ઉપરાંત અરજદારનો એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પણ અરજી માટે જરૂરી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર

કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર 7 ટકા વાર્ષિક છે. લોન એક વર્ષની અંદર ચુકવવા પર વ્યાજ દરમાં 3 ટકાની છૂટ મળે છે. આ ઉપરાંત 2 ટકાની સબસિડી મળે છે. આ રીતે ખેડૂતોને વ્યાજ દરમાં 5 ટકાની છૂટ મળે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Sarkari Naukri: પોસ્ટ વિભાગમાં 1371 પદો પર ભરતી, 69 હજાર મળશે સેલરી, આ છે અરજીની અંતિમ તારીખ

Nikitmaniya

કોન્સ્ટેબલ મેગા ભરતી 2020 કુલ જગ્યા 1522 અને લાયકાત 10 પાસ, જાણો કેવી રીતે ઓનલાયન….

Nikitmaniya

હવે માત્ર કરો 150 રૂપિયા નું રોકાણ અને મળશે 19 લાખ રૂપિયા, જાણો કેવી રીતે…

Nikitmaniya