આ તારીખથી ગુરૂ થશે માર્ગી, આ 6 રાશિવાળાના જીવનમાં આવશે ખૂશખબરી

ગુરુની ગતિમાં થશે ફેરફાર, આ રાશિના લોકો પર પડશે મોટી અસર

સપ્ટેમ્બર મહિનો જ્યોતિષ શાસ્ત્ર માટે ખાસ છે. આ દિવસે 7 ગ્રહોની દશા બદલાઈ રહી છે. 13 સપ્ટેમ્બરે ગુરુની દશા બદલાશે. 122 દિવસ વક્ર સ્થિતિમાં રહ્યા બાદ ગુરુ ગ્રહ 13 સપ્ટેમ્બરના રોજ માર્ગી થઈ જશે. માર્ગીનો અર્થ થાયે છે કે જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવશે ત્યારે તે સીધી ગતિએ આગળ વધતો જોવામાં મળશે. ગુરૂના માર્ગી થવાની અસર રાશિચક્ર પર જોવા મળશે.

વિવારના રોજ ગુરૂ ધનુ રાશિમાં માર્ગી થશે

13 સપ્ટેમ્બર રવિવારના રોજ ગુરૂ ધનુ રાશિમાં માર્ગી થશે અને 20 નવેમ્બરના રોજ તે મકર રાશિમાં પ્રવેશ સુધી તે માર્ગી રહેશે. અગાઉ 30 માર્ચેના રોજ બૃહસ્પતિ મકર રાશિમાં હતો. ત્યારબાદ 14 મેના રોજ તે વક્ર થઈ ગયો. વક્ર થવાના કારણે બૃહસ્પતિ 30 મી જૂને તેની રાશિ એટલે કે ધનુમાં પ્રવેશ કર્યો.

20 નવેમ્બર સુધી બૃહસ્પતિની અસર રહેશે

13 સપ્ટેમ્બર, રવિવારે ગુરુ ધન રાશિમાં માર્ગી થશે. આ પહેલાં 30 માર્ચે બૃહસ્પતિ મકર રાશિમાં હતો. પછી 14 મેના રોજ વક્રી થયો હતો. એટલે ધીમી ગતિથી ચાલવા લાગ્યો હતો. આ પ્રકારે વક્રી થવાના કારણે 30 જૂનના રોજ આ ગ્રહ પોતાની જ રાશિ એટલે ધનમાં આવી ગયો હતો. હવે 13 સપ્ટેમ્બરના રોજ ફરીથી માર્ગી થઇ જશે. એટલે બૃહસ્પતિ ગ્રહ સીધી ચાલમાં ગતિ કરશે અને 20 નવેમ્બરના રોજ મકર રાશિમાં જશે ત્યાં સુધી માર્ગી જ રહેશે. ગુરુના માર્ગી થવાની અસર બારેય રાશિ ઉપર રહેશે.

ગુરુના માર્ગી થવાથી કેટલીક રાશિઓ પર સારી અસર પહોંચશે

ગુરુના માર્ગી થવાથી કેટલીક રાશિઓ પર સારી અસર પહોંચશે છે, તો કેટલીક રાશિઓ પર ખરાબ અસર પડે છે. આ 6 રાશિઓ પર ગુરુ માર્ગી થતા ખૂબ સારો પ્રભાવ પડશે. તો આવો જાણીએ તે કઈ 6 રાશિ છે જેના પર ગુરૂ માર્ગી થવાથી સારો પ્રભાવ પડશે.

મેષ

ધંધામાં લાભ થશે. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. અધિકારીઓની પ્રશંસા કરવામાં આવશે. આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ વધશે

વૃષભ

સમાજમાં માન-સન્માન વધશે, જીવન સાથીનો સહયોગ મળશે. પૈસાની દ્રષ્ટિએ લાભ થશે. બાળકના ભવિષ્ય અંગેની ચિંતાઓનો અંત આવશે.

સિંહ

પરિવારમાં નવો સભ્ય આવી શકે છે. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે. સંબંધોમાં સુધાર આવશે. નવી તકો મળશે.

વૃશ્ચિક

પૈતૃક સંપત્તિના વિવાદનું સમાધાન થશે, આવક વધશે, જે લોકો નોકરીની શોધમાં છે તે લોકોને નોકરી મળી શકે છે.

મકર

ઓફિસ અને બિઝનેસ બંનેમાં સમય સારો રહેશે. ભાઈ-બહેનોનો પરિવારમાં સહયોગ મળશે. તમને ગરીબોની મદદ કરવાની પ્રેરણા મળશે.

કુંભ

આવકમાં વધારો થશે, ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. સમાજમાં માન વધશે. તમે જે પણ કાર્ય હાથમાં લેશો તે સફળ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube