આ દેશમાં શરૂ થવા જઈ રહી છે 1 લાખ રૂપિયાની નોટ, આવી ત્રણ નોટ હશે ત્યારે મળશે 1 કિલો ચોખા !

એક સમયે તેલા અખૂટ ભંડારના કારણે ચર્ચામાં રહેલા દક્ષિણી અમેરિકી દેશ વેનેઝૂએલામાં હવે લોકોને ભૂખ્યા મરવાની નોબત આવી છે. આ દેશની આર્થિક હાલત દિવસેને દિવસે કંગાળ થતી જાય છે. મોંઘવારીનો માર અહીં એવો છે કે, લોકો કોથળો ભરીને નોટો લઈ જાય છે અને ઘરનો સામાન ફક્ત પ્લાસ્ટિકની કોથળી આવી જાય તેટલો લઈ આવે છે. ત્યારે આટલી બધી નોટોને લઈ ખરીદી કરવી પણ એક મુશ્કેલી છે, જેને ધ્યાને રાખી આ દેશ હવે મોટી કિંમતની નોટ છાપવાની તૈયારી કરી રહ્યુ છે.

1 લાખની નોટ છાપવા જઈ રહ્યુ છે વેનેઝૂએલા


એક રિપોર્ટમાં કહેવાયા પ્રમાણે વેનેઝૂએલાની સરકાર હવે 1 લાખ બોલિવર (ત્યાંનું ચલણ)ની નોટ છાપવા જઈ રહ્યા છે. જેના માટે ઈટલીની એક કંપની પાસેથી 71 ટન સિક્યોરિટી પેપર પણ આયાત કરવામાં આવ્યા છે. આ કંપની બૈન કેપિટલ પાસે આવેલી છે. જે દુનિયાના કેટલાય દેશોને સિક્ટોરિટી પેપર નિકાસ કરે છે. કસ્ટમના રિપોર્ટમાં પણ સિક્યોરિટી પેપર મગાવ્યાની વાતનો ખુલાસો કર્યો છે.

1 લાખની નોટથી આવશે અડધો કિલો ચોખા

વેનેઝૂએલામાં જો એક લાખ બોલિવરની નોટ છપાય જશે, તો આ સૌથી મોટી કિંમતની નોટ હશે. જો કે, ત્યારે પણ તેની કિંમત તો 0.23 ડૉલર જ રહેશે. આ રૂપિયામાં ફક્ત બે કિલો બટાટા અથવા અડધો કિલો ચોખા જ ખરીદી શકાશે. ત્યાંની સરકાર લોકોને સુવિધા આપવા માટે મોટી નોટ છાપવાની યોજના બનાવી રહી છે. જેના કારણે સામાન્ય લોકોને છૂટ્ટા પૈસાને લઈ ઝંઝટ ન આવે.

સતત સાતમા વર્ષે પણ મંદીની ચપેટમાં

કોરોના વાયરસના કારણે લગાવેલા લોકડાઉન અને તેલથી મળતા પૈસા ખતમ થતાં વેનેઝૂએલાની અર્થવ્યવસ્થા સતત સાતમાં વર્ષે પણ નબળી થઈ છે. શંકા છે કે, આ વર્ષના અંત સુધીમાં આ દેશની આર્થિક પરિસ્થિતી 20 ટકા સંકોચાઈ જશે. ભ્રષ્ટાચારના કારણે આ દેશની અર્થવ્યવસ્થા એકદમ ખરાબ થઈ ગઈ છે. આ સમયે વેનેઝૂએલામાં ભ્રષ્ટાચાર એટલો વધેલો છે કે, તમારે ચાલતા જવા માટે પણ લાંચ આપવી પડે છે

દેશ છોડી રહ્યા છે લોકો

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 2013 બાદ લગભગ 30 લાખ લોકોએ આ દેશ છોડી પાડોશી દેશ બ્રાઝિલ, કંબોડિયા, ઈક્વાડોર અને પેરુમાં શરણ લીધુ છે. હાલત તો ત્યાં સુધી ખરાબ થઈ હતી કે, વેનેઝૂએલાને સરહદ પર સેનાને તૈનાત કરવી પડી. હાલમાં સમયમાં આ દુનિયામાં સૌથી મોટી વિસ્થાપનની ઘટના છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube