• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

આ છે બૉલીવુડ ની ફેમસ ભાઈ બહેન ની હીટ જોડીઓ, લિસ્ટ માં છે શાહિદ ને શ્રદ્ધા કપૂર જેવા નામ પણ શામેલ

in Entertainment
આ છે બૉલીવુડ ની ફેમસ ભાઈ બહેન ની હીટ જોડીઓ, લિસ્ટ માં છે શાહિદ ને શ્રદ્ધા કપૂર જેવા નામ પણ શામેલ

ઘણીવાર બોલિવૂડે આપણને જુદા-જુદા ગોલ્સ આપ્યા છે, જેમ કે કપલ ગોલ્સ, બેસ્ટ કપલ્સ, શ્રેષ્ઠ મા-દીકરાની જોડી, કે બાપ-દીકરાની જોડી, કે બાપ-દીકરીની જોડી. એવી જ રીતે બોલિવૂડમાં ઘણી ફિલ્મનો ભાઈ-બહેન પર પણ બની છે, પરિવાર પર બની છે. ત્યારે ભાઈ-બહેનની જોડીની વાત કરીએ તો એ એક અનોખો જ સંબંધ હોય છે, જેની તુલના કોઈની સાથે ન કરી શકાય.

ભાઈ-બહેનોમાં કેટલા પણ ઝઘડા થતા હોય પણ અંતે તો આ લોકો બધું જ ભુલાવીને એકબીજાનો સાથે આપે છે. પપ્પાના મારથી બહેન જ ભાઈને બચાવતી હોય છે અને બહેનને બહાર જવું હોય તો ભાઈ જ ઘરમાંથી પરવાનગી લઈને આપતો હોય છે. તો આજે આપણે બોલીવૂડના એવા જ કૂલ ભાઈ બહેનની જોડીઓ વિશે વાત કરીશું –

સલમાન ખાન – અર્પિતા ખાન

Arpita Khan welcomes baby girl on Salman Khan's birthday | જન્મદિવસે સલમાન ખાન ફરીવાર મામા બન્યો, અર્પિતાએ દીકરીનું નામ 'આયત' રાખ્યું - Divya Bhaskar

સલમાન ખાનને તેની બહેન અર્પિતા ખાન ખૂબ જ વ્હાલી છે, અને બોલીવૂડના ભાઈ-બહેનોમાં આ જોડી એક અલગ જ એક્ઝામ્પલ સેટ કરે છે. ભલે બંનેનો લોહીનો સંબંધ નથી, ખાન પરિવારે અર્પિતાને દત્તક લીધી હતી, પણ સલમાન ખાન દુનિયામાં સૌથી વધુ વ્હાલ અર્પિતાને જ કરે છે. અર્પિતાને સલમાન ખાન આંખો પર બેસાડીને રાખે છે. તે ભલે ફિલ્મોથી દૂર છે, પણ ખાન પરિવારની લાડકી હોવાને કારણે તે અવારનવાર ચર્ચાઓમાં આવતી રહે છે.

શ્વેતા બચ્ચન – અભિષેક બચ્ચન

Sonakshi Sinha with brothers Luv and Kush Sinha | Raksha Bandhan 2016 Special: Here are lesser known siblings of Bollywood's famous stars! | Photo Gallery | India.com Photogallery

અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન નંદા ભાઈની લાડકી હોવાની સાથે જ પિતા અમિતાભ બચ્ચનની પણ લાડકી છે. તે એક લેખિકા, જર્નાલિસ્ટ, હોસ્ટ અને મોડલ રહી ચુકી છે. તે ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે એડ્વર્ટાઇઝમાં જોવા મળે છે. વર્ષ 1997માં તેને બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા. પણ તેમ છતાં અભિષેક અને શ્વેતા બચ્ચન નંદાનું બોન્ડિંગ હજુ પણ એવું જ છે.

તુષાર કપૂર – એકતા કપૂર

એકતા કપૂરે તેના ભાઈ તુષાર સાથે લડ્યા બાદ ઘરે પોલીસ બોલાવી, જાણો પછી શુ થયુ ?? - Gujju Jankari

તુષાર કપૂર અને એકતા કપૂર પોતાના સમયના સુપર સ્ટાર રહી ચૂકેલા જીતેન્દ્રના સંતાનો છે, બંનેએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. જો કે તુષારનું એક્ટિંગ કરિયર વધુ સારું નથી રહ્યું પણ એકતા કપૂરને નાના પડદાની ક્વીન માનવામાં આવે છે. એકતા કપૂરનું બાલાજી પ્રોડક્શન હાઉસ સિરિયલોની નિર્માણ કરવામાં પ્રસિદ્ધ છે. એકતા તુષાર કપૂરની કારકિર્દીને ટ્રેક પર લાવવા માટે કેટલીક ફિલ્મો પણ બનાવી ચુકી છે.

ફરહાન અખ્તર – ઝોયા અખ્તર

સૌથી વધુ ટેલેન્ટેડ ગણાતી બોલીવૂડના ભાઈ-બહેનની આ જોડી ફરહાન અખ્તર – ઝોયા અખ્તર બંનેએ ડિરેક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. બંને ઇન્ડસ્ટ્રીના હાર્ડવર્કિંગ લોકો ગણાય છે. ઝોયા અખ્તરે કેટલીક સારી ફિલ્મો ડિરેક્ટ કરી છે તો ફરહાન અખ્તર પણ એક સારો અભિનેતા, ડિરેક્ટર, સિંગર અને એક ટ્રેન્ડ સેંટર છે. બંને ખૂબ જ પ્રસિદ્ધ હોવા સાથે જ તેમને હંમેશા એક ટ્રેન્ડ સેટ કર્યો છે.

સારા અલી ખાન – ઇબ્રાહિમ અલી ખાન

સૈફનો પુત્ર ઇબ્રાહિમ ચર્ચામાં! તસવીર જોઇને છોકરીઓ થઇ ફિદા, પૂછ્યું-મારી સાથે લગ્ન કરશો? - GSTV

સૈફ અલી ખાન અને તેમની પહેલી પત્ની અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાનને લૂક્સ તેમના માતાપિતા તરફથી મળ્યા છે. ઇબ્રાહિમ તેમના પિતા સૈફ જેવો દેખાય છે અને સારા તેની માતા અમૃતા જેવી દેખાય છે. આ બંને ભાઈ બહેન વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ જોવા મળે છે. સારા ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા પર તેના ભાઈ સાથેની તસ્વીર શેર કરતી રહે છે.

સોનાક્ષી સિંહા – લવ-કુશ સિંહા

Sonakshi, Luv, Kush work together for ad film - Movies News

બોલીવૂડના શોટગન શત્રુઘ્ન સિંહાના બાળકો એટલે કે અભિનેત્રી સોનાક્ષી સિંહાની બોન્ડિંગ તેના જુડવા ભાઈઓ લવ અને કુશ સિંહા સાથે ખૂબ જ ખાસ છે. સોનાક્ષી તેના ભાઈઓ સાથેના તેના સંબંધો વિશે જણાવે છે કે તે પોતાના ભાઈઓને પોતાના બેસ્ટ ફ્રેન્ડ માને છે.

શાહિદ કપૂર – સના કપૂર

જેને સમજ્યા નાની મોટી અભિનેત્રી તે નીકળી શાહિદ કપૂર ની બહેન, દેખો ફોટા

શાહિદ કપૂરની બહેન તેના પિતા પંકજ કપૂર અને તેમની બીજી પત્ની સુપ્રિયા પાઠકની દીકરી સના કપૂર સાથેની બોન્ડિંગ ખૂબ જ અદભૂત છે. એ બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને તેમના પ્રેમનો નમૂનો ફિલ્મ શાનદારમાં જોવા મળ્યો હતો, આ ફિલ્મમાં શાહિદ કપૂર અને તેની બહેન સના કપૂરે સાથે કામ કર્યું હતું. બંને એકબીજા વિશે વાત કરતા જરા પણ અચકાતા નથી.

શ્રદ્ધા કપૂર – સિદ્ધાંત કપૂર

siddhanth kapoor: શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતને થયો કોરોના, સ્વાદ જતો રહેતા કરાવ્યો કોવિડ ટેસ્ટ - shraddha-kapoors-brother-siddhanth-kapoor-tests-covid-19-positive | I am Gujarat

બોલીવૂડના પ્રસિદ્ધ વિલનમાંથી એક શક્તિ કપૂરના સંતાનો એટલે કે બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને તેનો ભાઈ સિદ્ધાંત કપૂર એકબીજા ખાસ બોન્ડિંગ શેર કરે છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથે જોવા મળે છે. ફિલ્મ હસીના પારકરમાં આ ભાઈ-બહેનની જોડીએ એકસાથે કામ કર્યું હતું. શ્રદ્ધા ઘણીવાર કહે છે કે તેનો ભાઈ તેનો સપોર્ટ છે અને હંમેશા તેની સાથે ઉભો રહે છે.

સોનમ કપૂર – હર્ષવર્ધન કપૂર

સોનમ કપૂર અને હર્ષવર્ધન કપૂર બોલીવૂડના ક્યારેય ઘરડા નહિ થઇ રહેલા અભિનેતા અનિલ કપૂરના સંતાનો છે. ઘણા સમયથી સોનમ કપૂર બોલિવૂડમાં કામ કરી રહે છે. જયારે હર્ષવર્ધન કપૂર બોલિવૂડમાં માત્ર બે જ ફિલ્મો કરી છે. હર્ષવર્ધનની ફિલ્મ રિલીઝ થતા પહેલા સોનમે તેની ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. જો કે સોનમનું બોન્ડિંગ તેના કઝીન ભાઈ અર્જુન કપૂર સાથે વધુ છે.

સૈફ અલી ખાન – સોહા અલી ખાન

અભિનેત્રી શર્મિલા ટાગોર અને ક્રિકેટર પટૌડીના સંતાનો સૈફ અલી ખાન અને સોહા અલી ખાન વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ અદભૂત છે. સોહા સૈફની નાની બહેન છે, અને સૈફ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. સૈફ અને સોહાને સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર સાથે જોવામાં આવે છે. હવે તો સૈફનાં દીકરા તૈમૂર અને સોહાની દીકરી નાઓમીની બોન્ડિંગ પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

ફરાહ ખાન – સાજીદ ખાન

Farah on Sajid Khan sexual harassment row: I fear trial by Twitter - Movies News

ફરાહ ખાન અને સાજીદ એવા ભાઈ-બહેનની જોડી છે કે જેમને પોતાના દમ પર બોલિવૂડમાં એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે. ફરાહ ખાન એક પ્રસિદ્ધ કોરિયોગ્રાફર, ડિરેક્ટર અને ઘણા ટીવી શોમાં જજ તરીકે કામ કરી ચુકી છે, જયારે સાજીદ ખાન પણ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે બોલિવૂડમાં નામ કમાવી ચુક્યા છે. આ ભાઈ-બહેન ઘણીવાર એકબીજાને સપોર્ટ કરતા જોવા મળ્યા છે.

કપૂર બ્રધર્સ-સિસ્ટર્સ

આ છે બોલીવૂડના 12 સ્ટાઈલિશ ભાઈ-બહેન, સૈફ-સોહા અને સલમાન-અર્પિતા જેવા નામો છે સામેલ

બોલિવૂડમાં સૌથી મોટો પરિવાર કપૂર પરિવાર છે, જેમાંથી ઘણા લોકો બોલિવૂડમાં છે. આ પરિવારના ભાઈ-બહેનોની બોન્ડિંગ એકબીજા સાથે ખૂબ જ અલગ છે. કરિશ્મા કપૂર અને કરીના કપૂર કઝીન ભાઈ રણબીર કપૂર અને આદર જૈન અને અરમાન જૈન સાથે ખૂબ જ સારી બોન્ડિંગ ધરાવે છે. આ લોકોને ઘણીવાર એકસાથે જોવામાં આવે છે.

અર્જુન કપૂર – જાહ્નવી કપૂર

આ છે બોલીવુડ ના સાવકા ભાઈ-બહેનો ની જોડી, કોઈ ની ઉંમર માં 25 તો કોઈ માં 14 વર્ષ નું છે અંતર - Anokho Gujju

અર્જુન કપૂર હવે પોતાની સાવકી બહેનો સાથે સારી બોન્ડિંગ શેર કરે છે, પહેલા એવું ન હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ અર્જુન કપૂર તેની સાવકી બહેનો જાહ્નવી અને ખુશીને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને આજે તેઓ ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. એક ચેટ શોમાં બંને વચ્ચેની આ બોન્ડિંહનો નમૂનો જોવા મળ્યો હતો.

હુમા કુરેશી – સાકીબ સલીમ

Saqib Saleem on Payal Ghosh's statement on Huma Qureshi: 'My sister is my life, it hurts when someone speaks ill of her' | Hindustan Times

હુમા કુરેશી અને તેના ભાઈ સાકીબે તેમના અભિનયના જોરે સફળતા પૂર્વક બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી છે. પણ સાથે જ તેઓ એકબીજા સાથે પણ ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. સાકીબે બોલિવૂડમાં ફિલ્મ મુજસે ફ્રેન્ડશીપ કરોગીથી ડેબ્યુ કર્યું હતું અને હુમા કુરેશીએ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં પોતાના અભિનયથી લોકોની દિલ જીતી લીધી હતું.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…
Entertainment

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..
Entertainment

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!
Entertainment

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…
Entertainment

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: