ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગનાં સ્ટાર ઓલરાઉન્ડર ડવેન બ્રેવો એ પોતાની રમતથી દર્શકોને દિવાના બનાવી રાખ્યા છે. પરંતુ રિપોર્ટનું માનવામાં આવે તો બ્રાવો પણ કોઈ ની પાછળ દીવાના બની ગયા છે. મીડિયામાં ચાલી રહેલ ખબરો અનુસાર ડ્વેન બ્રાવો હાલના દિવસોમાં પુર્વ મિસ ઈન્ડિયા રહી ચુકેલી બોલિવુડ અભિનેત્રી નતાશા સુરી ને ડેટ કરી રહ્યા છે. આ બંનેને સતત એક સાથે મોજ મસ્તી કરતા જોવામાં આવ્યા છે. નતાશા સુરી ટ્વિટર પર ડ્વેન બ્રાવોએ સતત સપોર્ટ કરી રહી છે. નતાશા સુરી એ થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે ડ્વેન બ્રાવોની મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી.

જોકે નતાશા અને બ્રાવોએ હજુ સુધી પોતાના સંબંધોને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. આ બંને એકબીજાના સારા મિત્ર છે, તેવું જણાવી રહ્યા છે. નતાશા સુરી એ વેબ સીરીઝ “ઇનસાઇડ એજ” માં કામ કરીને ખુબ જ ચર્ચામાં રહી હતી. મહત્વપુર્ણ છે કે ડ્વેન બ્રાવો થોડા સમય પહેલાં જ તેમની ગર્લફ્રેન્ડ રેજીમા રામજીત સાથે બ્રેકઅપ કરેલ છે. ડ્વેન બ્રાવો ક્રિકેટની સાથે મેદાનની બહાર પોતાની મોજ મસ્તી અને પાર્ટીઓમાં નિરાળા અંદાજ ને લઈને ચર્ચામાં રહે છે. ડ્વેન બ્રાવો એક ડાન્સ રિયાલિટી શો નો હિસ્સો પણ રહી ચુક્યા છે અને તેમનું પોતાનું એક “બેન્ડ” પણ છે. તેમનું ગીત “ચેમ્પિયન” ભારતમાં ખુબ જ લોકપ્રિય રહેલું હતું. આ ગીત ઉપર ડ્વેન બ્રાવોએ વિરાટ કોહલી સાથે ઠુમકા પણ લગાવ્યા હતા.

વળી બ્રાવો ની સાથે ડેટિંગની ચર્ચાથી નારાજ નતાશાએ સામે આવીને ઘણા રહસ્યો ખોલ્યા હતા. નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે તે આ વાતથી તણાવમાં છે. હું અને બ્રાવો ફક્ત મિત્ર છીએ. નતાશાએ લખ્યું હતું કે પ્રેમ તેમના આખરે હિસ્સામાં છે. હાલના સમયમાં તેમનું ધ્યાન ફક્ત કામ ઉપર છે.

નતાશાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હું છેલ્લી વખત આ વાત જણાવી રહી છું. આશા છે કે હવે આ ચર્ચા અહીં જ અટકી જશે. તેમણે લખ્યું હતું કે બ્રાવો અને મારા વિશે ચર્ચાઓ ખુબ જ ચાલી રહી છે. આ ચર્ચાઓને લીધે હું નિવેદન આપવા માટે મજબુર બની છું. હું અને બ્રાવો ફક્ત મિત્ર છીએ. જો કે મિત્ર શબ્દ ઘણા લોકોને અટપટો લાગે છે, પરંતુ મારી બાબતોમાં આ હકીકત છે. તેનાથી વધારે કંઇ નથી.

નતાશાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે એક ફોટોમાં બે લોકો હસી રહ્યા છે તો તેનો મતલબ એવો નથી કે તેઓ એકબીજાને પરસ્પર પ્રેમ કરે છે. સાથોસાથ તેમણે પોતાના એક મિત્રનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે મારો એક મિત્ર આ ફોટોમાંથી રોમેન્ટિક એન્ગલ કાઢી રહેલ છે, પરંતુ એવું કઈ નથી. તેણે મીડિયા સામે અપીલ કરી હતી કે અમારા સંબંધો પર કોઈ કહાની બનાવવામાં ન આવે. અમે ફક્ત એક સારા મિત્ર છીએ, તે સિવાય અમારી વચ્ચે કંઈ નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube