છેલ્લા કેટલાક મહિનામાં બેંક ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘટતા દરો વચ્ચે બેંકો બચત ખાતા પર 7% થી વધુ વ્યાજ દર આપી રહી છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક અને ઇક્વિટાસ અને ઉત્કર્ષ જેવી નાની ફાઇનાન્સ બેન્કો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ), આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકની તુલનામાં બચત ખાતા પર વધુ સારા વ્યાજ દર આપે છે. એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક તેમના બચત ખાતા પર 3% થી 3.5.% વ્યાજ દર આપી રહી છે. એસબીઆઈ બચત ખાતા પર 2.70% વ્યાજ દર આપી રહી છે.

IDFC First Bank:
આઈડીએફસી ફર્સ્ટ બેન્ક 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 6% સુધીના વ્યાજ દર આપે છે. જો બાકીની રકમ 1 લાખથી વધુ અને 10 કરોડની બરાબર છે, તો વ્યાજના દર 7% છે. 10 કરોડ 50 કરોડની ઉપરની રાશિ પર 4.5% ના દરે વ્યાજ મળે છે.

Bandhan Bank:
બંધન બેંક 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 3%, દૈનિક બાકીની રકમ 1 લાખથી 10 કરોડની વચ્ચે હોય તો 6% વ્યાજ દર આપે છે. જો દૈનિક બેલેન્સ 10 કરોડથી વધુ છે, તો 6.55% અને દૈનિક બેલેન્સ રૂ.10 કરોડથી 50 કરોડ છે, તો પછી વ્યાજ દર 07.15% મળે છે.

Equitas Small Finance Bank:
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ.1 લાખ સુધીના બેલેન્સ પર 3.5%નું વ્યાજ દર આપે છે. તે 1 લાખ રૂપિયાથી વધુની રકમ પર 7% ના દરે વ્યાજ ચૂકવે છે. 30 કરોડથી ઉપરની રકમ પર વ્યાજ દર 7.25 % છે.

Utkarsh Small Finance Bank:
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ. ૧ લાખ સુધીની બેલેન્સ પર 5%, રૂ.1લાખથી વધુની રકમ પર 5% વ્યાજ દર મળે છે. 1 લાખ રૂપિયાથી વધુની રકમ પર 6% અને રૂ. 25 લાખથી વધુની રકમ પર 7.25 % આપે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.