તમે નાના હતા ત્યારે બાળપણમાં તમે પણ ગેમ્સ રમતા હતા, પરંતુ ત્યારે તેનો પ્રકાર થોડો અલગ હતો. ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ તમને શારીરિક અને માનસિક રીતે ફ્રેશ રાખતી હતી.

Image Source

આજના બાળકો તો ઓનલાઈનના ચસકે એવા તો ચડ્યા છે કે તેમને એમાં જ મજા આવે છે. અત્યારે સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તે ખૂબ જ ચર્ચામાં પણ છે.

Image Source

સોશ્યિલ મીડિયા પર બાળપણને લઈને એક સારો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેનાથી આઈએએસ સુપ્રિયા સાહૂએ શેર કર્યો છે. તેને જોયા બાદ તમને જગજીતસિંહ સાહેબની યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો. ભલે છીન લો મુઝસે મેરી જવાની. મગર મુઝકો લૌટા દો વો બચપન કા સાવન. વો કાગજ કી કશ્તી વો બારિશ કા પાની. ગઝલ યાદ આવી જશે. કારણ કે બાળપણ ખૂબ જ સુંદર અને દિલદાર હોય છે.

ક્યારેય કરી છે આવી મસ્તી.
સુપ્રિયાએ કેપ્શનમાં લખ્યું છે કે સિમ્પલ ચીજો સૌથી વધારે ખુશીઓ લઈને આવી છે. આ બાળકોની જિંદગી એક સુંદર શીખ આપી છે. વીડિયોને અત્યાર સુધી 21 હજાર વ્યૂઝ અને લગભગ 3 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તે ખૂબ જ પોપ્યુલર બની રહ્યો છે. વીડિયોમાં બાળકોએ રમત માટે જે પેંતરો અપનાવ્યો છે તે ખાસ છે.

તેઓએ ઉજ્જડ ઝાડ અને પોતાની કમરની વચ્ચે જે બેલેન્સ અપનાવ્યું છે તે ખરેખર કમાલ છે. વીડિયોમાં બાળકો પોતાની કળાની મજા લેતા જોવા મળી રહ્યા છે. જો તમે પણ બાળપણમાં મસ્તી કરી હશે અને કોઈ અવનવા ખતરા કર્યા હશે તો તમને પણ આ વીડિયો અચૂક પસંદ આવશે, આ વીડિયો જોયા બાદ તમે પણ પોતાની જાતને તેને શેર કરવાથી રોકી શકશો નહીં. જે પણ આ વીડિયો જોશે તે આ બાળકોની નિર્દોષ મસ્તીને વખાણવાથી રોકાશે નહીં.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube