અરે બાપ રે: આ 5 પોપટે તો પ્રાણી સંગ્રહાલયની આબરુ કાઢી, પ્રવાસીઓને જોઈને જ આપવા લાગ્યાં ગંદી ગંદી ગાળો

મોટે ભાગે તમે પોપટને બોલતા સાંભળ્યો હશે, પરંતુ તમે ક્યારેય એવો પોપટ જોયા છે જે અપશબ્દો બોલતો હોય. બ્રિટનમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પ્રાણી સંગ્રહાલયમાંથી પાંચ પોપટને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ આવતાં જતાં લોકોને અપશબ્દો કહેતા કરતા હતા. એરિક, જેડ, એલ્સી, ટાયસન અને બિલી નામના ગ્રે કલરના આ પાંચ આફ્રિકન પોપટ તાજેતરમાં જ યુકેના લિંકનશાયર વાઇલ્ડલાઇફ પાર્કમાં મુલાકાતીઓને ગાળો ભાંડતા જોવા મળ્યા હતા. જો કે, આ પોપટનું આવું વર્તન વિશે પાર્કના અધિકારીઓને જાણ થતાં જ આ પાંચે પાચ પોપટને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા.

પોપટને જુદા જુદા લોકો પાસેથી લીધા હતા

‘લિંકનશાયર લાઇવ’ ના સમાચાર મુજબ વાઇલ્ડલાઇફ પાર્કના અધિકારીઓ પણ આ પોપટને આ રીતે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક અઠવાડિયા પહેલા વાઇલ્ડલાઇફ પાર્કના અધિકારીઓએ પાંચ અલગ અલગ પોપટને જુદા જુદા લોકો પાસેથી લીધા હતા અને તે પછી પાંચેયને એક જ પાંજરામાં રાખવાનું નક્કી કર્યું હતું. જો કે, આ પોપટની ફરિયાદો થોડા દિવસોમાં અધિકારીઓ સુધી પહોંચી હતી.

પોપટ એકબીજા સાથે રહીને ગાળો બોલવાનું શીખ્યા

પાર્ક સ્ટાફના જણાવ્યા પ્રમાણે પહેલા તો આ પોપટ એકબીજાને ગાળો આપી રહ્યા હતા અને તે પછી તેઓ મુલાકાતીઓ સાથે પણ દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું. પાર્ક અધિકારીઓનું કહેવું છે કે આ પોપટ એકબીજા સાથે રહીને ગાળો બોલવાનું શીખ્યા છે. પાર્ક સ્ટાફ એમ પણ કહે છે કે સમય જતાં આ પોપટની ભાષા બદલાઈ જશે એવી પણ વાત કરવામાં આવી રહી છે.

અહીં આવતા બાળકો વિશે અમને થોડી ચિંતા થઈ

આ બાબતે માહિતી આપતાં વાઇલ્ડલાઇફ પાર્કના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ નિકોલે જણાવ્યું હતું કે, “અમે એકદમ ચોંકી ગયા છીએ, એ બધા જ પોપટ ગાળો બોલી રહ્યા હતા” અહીં આવતા બાળકો વિશે અમને થોડી ચિંતા થઈ. છેલ્લાં 25 વર્ષોમાં અમે હંમેશાં અહીં જોયું છે કે અમુક પોપટ કેટલીક વાર વ્યભિચાર વાતો કરે છે અને આપણા માટે આ સામાન્ય બાબત છે. હવે અચાનક અમને ખબર પડી ગઈ કે કેટલાક પોપટ પ્રેક્ષકોને ગાળો ભાંડી રહ્યા છે અને તે ખરેખર વિચિત્ર ઘટના છે.

image source

પાંચેય પોપટને પ્રોત્સાહન મળ્યું અને તેઓએ વધુ ગાળો બોલવાનું શરૂ કર્યું

સ્ટીવ નિકોલ્સે આગળ વાત કરી કે પણ સૌથી મોટો સંયોગ એ છે કે અમે આ પાંચ પોપટ એક જ અઠવાડિયામાં લઈ લીધાં અને તેમને એક જ પાંજરામાં એકસાથે મૂકી દીધા. આનો અર્થ એ થયો કે અમારા પાર્કમાં એક પાંજરું એવું હતું કે જેમાં ફક્ત અપશબ્દો બોલનાર પક્ષીઓ જ સાથે રહ્યા હતા. પાર્કના કર્મચારીઓએ આ પોપટ લોકોને જોવા માટે રાખ્યા કે જેથી તેઓ તેમની ખરાબ ટેવ છોડી દે. પરંતુ જ્યારે તેમના તરફથી અપશબ્દો સાંભળવા મળ્યા ત્યારે મુસાફરો હસવા લાગ્યા તો આ પાંચેય પોપટને પ્રોત્સાહન મળ્યું અને તેઓએ વધુ ગાળો બોલવાનું શરૂ કર્યું.

પાર્કમાં આવતા બાળકોને ધ્યાનમાં રાખીને આવું પગલું ભર્યું

સ્ટીવ નિકોલ્સે આગળ વાત કરતાં કહ્યું કે, ‘જેમ જેમ આ પોપટ ગાળો બોલતા હતા તેમ તેમ લોકો તેમની હાંસી ઉડાવતા હતા. લોકો જેટલા વધારે હસતાં હતા તેટલું જ પોટપને મજા આવતી અને તે વધારે ગાળો ભાંડવાની શરૂઆત કરી. આ પછી, પાર્કમાં આવતા બાળકોને ધ્યાનમાં રાખીને અમે આ પોપટને ત્યાંથી કાઢીને તેમને અલગ કરવાનું નક્કી કર્યું. હું આશા રાખું છું કે એ પોપટ છૂટા થયા પછી કેટલાક નવા શબ્દો શીખી શકશે, પરંતુ જો આ દરમિયાન તેઓ વધુ ખરાબ ભાષા શીખ્યા તો મને ખબર નથી કે તેનું શું કરવું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube