આ ચાર વસ્તુ ના નિયમિત સેવન થી દુર કરો તમારુ મેદસ્વિતાપણુ, આજે જ જાણીને કરો અમલ…

આજના યુગમાં બધાને સુંદર દેખાવું ગમે છે તેના માટે આપણા શરીરને પણ સારું દેખાવું જરૂરી છે. આપણે પતલા અને પુરી રીતે સ્વસ્થ હશુ તો જ સારા લાગશું. પરંતુ અત્યારના ફાસ્ટ ફુડના જમાનામાં આપણે વજન વધતા રોકી શકતા નથી અને આપણે મોટાપાનો શિકાર બની જઇએ છીએ. તે આપણા માટે સૌથી મોટી સમસ્યા છે.

આવું થતાની સાથે જ લોકો ડાયટ શરૂ કરી દે છે અથવા તો જમવાનું છોડી દે છે. તેનાથી શરીરને નબળાઈ આવી જાય છે. તે છતાં પણ આપણે મોટાપાને દુર કરવાના બનતા તમામ પ્રયાશો કરશું. જો તમે પણ મોટાપાનો શિકાર હોવ તો તમારે પણ આવી થોડીક વસ્તુને અપનાવવી જોઇએ. તેનાથી તમારું જાડાપણું દુર થશે અને તમારે ડાયટીંગ કરવાની કે જમવાનું છોડવાની પણ જરૂર નથી.

વજન ઘટાડવામાં ઉપયોગી વસ્તુઓ

ગ્રીન ટી

તેમાં પોલિફેનોલ રહેલું છે. તેનાથી આપણા શરીરને ઘણા રોગો સામે લસવાની તાકાત પણ આપશે. તે વજન ઘટાડવા માટે સૌથી વધુ અને પ્રચલીત પીણું છે. તેના સેવનથી થોડા સમયમાં તમને ફેર દેખાવાનું ચાલુ થઇ જશે. તેને તબીબી રીતે પણ વજન ધટાડવામાં શ્રેષ્ઠ મનાય છે.

લીંબુ પાણી

લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી રહેલું છે. તેથી શરીર માટે ખુબ ફાયદા કારક છે. દરરોજ સવારે લીંબુંનું પાણી અથવા લીંબુનું શરબત પીવું જોઇએ. તેનાથી વજન નહીં વધે અને વધેલા વજનને પણ ઓછું કરવામાં મદદ કરશે. તમારા ખોરાકમાં લીંબુનું સેવન નિયમિત રીતે કરો. રસોઇ કે પછી અથાણામાં લીંબુનો ઉપયોગ કરો. તેમાંથી મળતું પેક્ટીન ફાયબર શરીરમાં ભુખ લાગવા દેતું નથી. તેથી વધારાનું ખાવાથી બચાવે છે. તેનાથી આપણા શરીરનું વજન જોઇતા પ્રમાણ રહેશે.

જીરા વાળું પાણી

જીરુ આપણને ઘણી રીતે ઉપયોગી છે. તેનો મસાલામાં પણ ઉપયોગ થાય છે. જીરાના પાણીનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં મેદસ્વિતા પણું દુર થશે અને તમને ફીટ રાખવામાં મદદ કરશે. તેમાં રહેલું એન્ટી ઓક્શીડંટ અને મિનરલ શરીર માટે ઘણું ફાયદા રૂપ છે. તેનાથી વજન ઘટવા લાગશે. જીરાને રાતે પલાડીને રાખી દેવું સવારે તેને ઉકાળીને પીવાથી મોટાપા માંથી છુટકારો મળશે.

આદું વાળું પાણી

આદું એક ઔષધી તરીકે કામ કરે છે. તે શરદી, ઉધરસ જેવા ઘણા રોગોને મટાળે છે. તેને મધ સાથે લેવાથી કફમાંથી પણ રાહત થશે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી તે પેટની ચરબીને ઘટાડે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube