મિત્રો મોટાભાગના લોકો સવારે ઊઠીને સ્નાન કરતા હોય છે. અમુક એવા પણ લોકો છે જે રાત્રે સૂતી વખતે પણ સ્નાન કરે છે. ચાણક્ય દ્વારા કેટલીક એવી પરિસ્થિતિઓ જણાવવામાં આવી છે કે જે કર્યા પછી તમારે સ્નાન કરવું ખૂબ જ જરૂરી બને છે.
तैलाभ्यङ्गे चिताधूमे मैथुने क्षौरकर्मणि।
तावद् भवति चाण्डालो यावत् स्नानं न चाचरेत्।
આ શ્લોક દ્વારા ચાણક્ય એવું કહેવા માગે છે કે વ્યક્તિનું ધરે પોતાનું સ્વાસ્થ્ય છે. એટલા માટે જ સ્વાસ્થ્યને લગતા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, આ ઉપરાંત સારું ભોજન અને સારું વાતાવરણ પણ આપણા જીવન પર ખૂબ મોટી અસર કરે છે. કેટલીક બીમારીઓથી બચવા માટે પણ વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ. તેથી ચાણક્ય દ્વારા એવા ચાર કામો બતાવવામાં આવ્યા છે કે જે કર્યા બાદ વ્યક્તિએ સ્નાન કરવું જરૂરી બને છે.
પહેલું કામ:
ચાણક્યના જણાવ્યાનુસાર શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે અઠવાડિયામાં એક વખત તેલની માલિશ જરૂર કરવી જોઈએ. તેલની માલિશથી શરીરનો મેલ નીકળી જાય છે. તેલની માલિશ કરીને તરત જ સ્નાન કરવું જોઈએ. તેમની માલિશ કર્યા પછી સ્નાન કર્યા વગર બહાર નીકળવું એ અશુભ માનવામાં આવે છે.
બીજુ કામ:
ત્યારબાદ ચાણક્ય દ્વારા વાળને લગતી પણ ઘણી વાતો કહેવામાં આવી છે. ખાસ કરીને વાળ કપાવ્યા બાદ તુરંત સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. વાળ કપાવ્યા બાદ પૂરા શરીર પર વાળ ચોંટી ગયા હોય છે. જેનાથી ખંજવાળ આવી શકે છે તથા બીજી એલર્જી પણ થઈ શકે છે. માટે વાળ કપાવ્યા પછી સ્નાન કરવાથી શરીર સાફ થઇ જાય છે. વાળ કપાવ્યા પછી સ્નાન કરવું શુભ પણ માનવા આવે છે.
ત્રીજું કામ:
જો તમે કોઇ વૃદ્ધ વ્યક્તિ ની અંતિમયાત્રા કે સ્મશાન યાત્રામાં ગયા હોય તો ત્યાંથી પાછા ઘરે આવીને એક વખત જરૂર સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ તમારા રૂટીન કાર્ય કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે અંતિમ યાત્રા અથવા શમશાન ગયેલ વ્યક્તિને કોઈ સ્પર્શી શકે નહીં તેને પહેલા સ્નાન કરવું પડે છે પછી જ તેમને સ્પર્શી શકેય આવું એટલા માટે કે શમશામના વાતાવરણમાં કેટલાક પ્રકારના કીટાણુ હોય છે જે આપણા શરીરમાં અને કપડાં ચોટે છે. તેથી શમશાનથી તરત ઘરે આવીને સ્નાન કરવું જોઈએ.
ચોથું કામ:
હિન્દુ ધર્મની અંદર પણ પતિ પત્ની વચ્ચેનો પ્રેમસંબંધ પવિત્ર માનવામાં આવે છે. એટલે કે જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાગમ થયા બાદ સ્નાન કરવું જરૂરી બને છે. કારણ કે આ કાર્ય કર્યા પછી બંને અપવિત્ર થઇ જાય છે. આ કર્યા કર્યા પછી નાહયા વગર કોઈ ધાર્મિક કામ ન કરી શકાઈ. ખાસ કરીને સ્ત્રીઓએ આ કર્યા કરવું જરૂરી છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.