આ 20 તસ્વીરો જોય ને લોટ પોટ થય જશો, પહેલા તમે ક્યારે નહિં જોઇ હોય આવી તસવીરો, જેમાં દરેક તસવીર છે ખાસમખાસ

આ તસ્વીરો તમારી આંખોને મૂર્ખ બનાવી શકે છે – તસ્વીરને તમારે ઓછામાં ઓછી બે વાર તો જોવી
જ પડશે.

ઘણીવાર તમારી સાથે એવું બનતું હોય છે કે તમે કોઈ ખાસ તસ્વીર લેવા માટે તમારો કેમેરા ક્લીક કરો
છો. પણ ક્યારેક તમારી સાધારણ દેખાતી તસ્વીરને જ્યારે તમે બીજી વાર જુઓ છો ત્યારે તમને તેમાં
કંઈક અલગ દેખાય છે. તમારા ડોગ કે તમારા પાળેલા પોપટ સાથેની સાદી સેલ્ફી પણ તમને બીજીવાર
જોવાથી તદ્દન અલગ લાગે છે. તો આજે અમે તમારી સમક્ષ તેવી જ કેટલીક તસ્વીરો લઈને આવ્યા છે
જેને તમારે ઓછામા ઓછી બે વાર તો જોવી જ પડશે. અને આ તસ્વીરો જોવામાં તમને મજા પણ
ખૂબ પડશે.

– આ તસ્વીર તમે પહેલી નજરે જોશો તો બીચની રેતી પર બેસેલી આ યુવતી જાણે હવામાં તરી
રહી હોય તેવુ લાગશે. કારણ કે તેની પાસે પડેલી હેટ જાણે તેનો પડછાયો હોય તેવુ લાગે છે અને
તેના કારણે તસ્વીરમાં આ ઇફેક્ટ આવી છે.

– આ તસ્વીરને તમે પહેલી નજરે જોશો તો જાણે ડોલમાં લોટ પડ્યો હોય તેવું લાગશે પણ ધ્યાનથી
જોતાં તેમાં વ્હાઇટ સુંદર મજાની ક્યુટ બીલાડી સુતેલી દેખાશે.

– આ તસ્વીરમાં એક કેમેરામેન પોતાનો કેમેરા લઈને ઉભો છે અને તેણે તેના બીજા હાથમાં કંઈક
પકડ્યું છે. પહેલી નજરે જોતાં એવું લાગશે કે તેણે રસ્તા પર જે પેલો થાંભલો છે તે પકડ્યો છે
પણ જ્યારે ધ્યાનથી જોશો તો તેણે હાથમાં માઇક પકડ્યું છે.

– આ તસ્વીરમાંના આ ક્યૂટ ડોગી જાણે એક શરીર અને બે મોઢા વાળા હોય તેવં લાગે છે પણ
વાસ્તવમાં કેમેરાનો એન્ગલ એ ટાઇપનો છે માટે આ તસ્વીરની આવી ઇફેક્ટ આવી છે.

– જો તમે કે તમારા સંતાનો માઇનક્રાફ્ટ ગેમ રમતા હશો તો આ બેડને જોતાં જ તમને માઇનક્રાફ્ટ
ગેમ યાદ આવી જશે.

– આ કેમેરાનો એંગલ કમાલનો છે આખાને આખા પેલેસ જેવું મકાન જાણે આ નાનકડા પોટમાં
આવી ગયું હોય તેવું લાગે છે. જાણે કોઈએ પોટમાં સજાવીને મહેલ મુક્યો હોય તેવું લાગી રહ્યું છે.

– આ તસ્વીર જોઈને તો તમને ચોક્કસ હસવું આવશે. અને જો તમે પણ તમારું કૂતરો પાળતા
હશો તો હવેની વાર આવી સેલ્ફી લેવાનો પ્રયાસ ચોક્કસ કરશો. આ એક એવા એન્ગલથી
લેવામાં આવેલી તસ્વીર છે કે જેમાં ચહેરાનો ઉપરનો ભાગ કોઈ સ્ત્રીનો અને નીચેનો ભાગ કોઈ
કૂતરાનો લાગી રહ્યો છે.

– આ તસ્વીર એક સ્ટેડિયમમાં લેવામાં આવી હતી. અહીં કાગડો એવી જગ્યાએ બેઠો છે અને
તસ્વીરમાંની રીપોર્ટર એવી જગ્યાએ ઊભી છે કે તે બન્નેનું કદ લગભઘ સમાન લાગી રહ્યું છે.
અને કાગડો જાણે કોઈ જાયન્ટ કાગડો હોય તેવું લાગી રહ્યું છે.

– જો તમે મેસ્ટ્રીક્સ ફિલ્મ જોઈ હશે તો બ્લેક સ્ક્રીન પર કરોડો લીલાં આંકડાઓ તેમજ
આલ્ફાબેટને એકધારા પસાર થતાં તેમાં તમે જોયા હશે. આ ત્સવીર જોતાં એવું જ લાગી રહ્યું
છે. પણ વચ્ચે આ કોણ છે ? વાસ્તવમાં આ કોઈ ખેતરની તસ્વીર છે જેને ઉપરથી લેવામાં આવી
છે.

– આ તસ્વીરમાં રસ્તા પરનું કોઈ મહાકાય પોસ્ટર જણાઈ રહ્યું છે. જેમાં એક સુંદર સ્ત્રી છે. અને
રસ્તા પરનો લાંબો તેના હોઠ ઉપર સુધી પહોંચે છે અને તે સ્ટ્રીટ લાઇટ જાણે તેણીની મુછો હોય
તેવું ભાસી રહ્યું છે. જો કે એટલું તો કહેવું પડશે કે આ સ્ત્રી મૂછમાં પણ સુંદર લાગે છે.

– આ તો કોઈ જાદૂઈ બીલાડી લાગે છે. બીલાડીની આટલી લાંબી ડોક તમે ક્યારેય જોઈ છે, છેને
ટ્રીકી ફોટો, બે બીલાડી હોવાનો આ ફાયદો પણ હોઈ શકે છે.

– આમ તો ક્લાસરૂમમાં આઇસ્ક્રીમ ખાવાની પરમીશન નથી હોતી. પણ આ વિદ્યાર્થી ક્લાસમાં
આઇસ્ક્રીમ ખાઈ રહ્યો છે. પહેલી નજરે જોતાં તો આ તસ્વીરમાં એવું જ લાગે કે તેણે હાથમા
કોઈ આઇસ્ક્રીમ કોન પકડ્યો છે. પણ બીજી વાર જોતા ખ્યાલ આવી જાય છે.

– પહેલીવાર આ કન્વર્ટિબલ કાર જોતાં એવું લાગે છે કે તેમાં પાંચ સીટ છે કે શું ? પણ બીજીવાર
જોતાં બધો જ ખ્યાલ આવી જાય છે કે સીટ કઈ છે અને તેના પર બેઠેલી વ્યક્તિ કઈ છે.

– જ્યારે કાયનાત જ તે બન્નેની ડેટ પ્લાન કરતો હોય ત્યારે કંઈક આવું દ્રશ્ય પણ સર્જાઈ શકે છે.
આ બન્ને વ્યક્તિ કોઈ રેસ્ટરન્ટમાં એકલી નાશ્તો કરી રહી છે પણ તેમ છતાં તેઓ સાથે જ
નાસ્તો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

– આટલું મોટું કબુતર જો તમારા વિસ્તારમાં હોય તો તમારે તેનાથી બચીને રહેવું પડશે. કારણ કે
તેનું એક ચરક તમને નવડાઈ મુકવા માટે પુરતું છે. છેને જબરો કેમેરા એન્ગલ.

– આ તસ્વીરનું ટાઇમિંગ બિલકુલ પર્ફેક્ટ છે. કમ્પ્યુટરના સ્ક્રીન પર બ્લેક એન્ડ વ્હાઇટ ગાય લીલા
છમ ઘાંસ પર બતાવવામાં આવી છે. જો કે તેનું માથુ ગાયબ છે પણ આશું તેનું માથુ બીલાડી
જેવું લાગે છે ?

– આ તસ્વીર જોઈ તમને હસવું પણ આવશે અને તમે થોડા વિચારમાં પણ મુકાઈ જશો. આ
તસ્વીરમાં તમે જોઈ શકો છો કે ન્યુઝ એન્કરના બાકીના શરીરના કદ સાથે તેનું માથુ મેચ નથી થતું. તે તેના કરતાં ઘણું મોટુ લાગી રહ્યું છે. તેના માટે ન્યુઝ એન્કરે તેના વ્હાઇટ ટીશર્ટને દોષી ગણાવ્યું છે જે તેને હવે ક્યારેય નહીં પહેરે.

– મીરર ઇફેક્ટ – આ તસ્વીર એક વ્યક્તિના પ્રતિબિંબની લેવામા આવી છે. જે શેલ્ફમાંથી પુસ્તક
લઈ રહ્યો છે પણ તસ્વીરની ઇફેક્ટ અને એંગલ એ પ્રકારના છે કે જાણે તે કોઈ મહાકાય પુસ્તકને
ઉઠાવવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

– આ તસ્વીરમાં બે કૂતરા છે જે એકબીજામાં એટલા બધા ભળી ગયા છે કે બે નહીં પણ એક જ
કૂતરો હોય તેવું લાગે છે. એકવાર ધારીને જોઈ લો આ તસ્વીરને.

– પહેલીવાર તમે આ તસ્વીર જોશો તો આ પક્ષી જાણે કોઈ બિહામણું સ્મિત વેરી રહ્યું હોય તેવું
લાગે છે. પણ આ શું આ પક્ષી પાસે વળી આવા દાંત ક્યાંથી. પણ વાસ્તવમાં તો તેની પાછળની
સ્ત્રીનું તે સ્મિત છે જે તેની ચાંચમાં સમાઈ ગયું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube